BREAKING NEWS

​ રેલવે મુસાફરો માટે રાહતના સમાચાર: ઓખા–ભાવનગર એક્સપ્રેસમાં કાયમી ધોરણે એક વધારાનો થર્ડ એસી કોચ જોડવામાં આવશે

  • April 14, 2026 09:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

​રેલવે મુસાફરો માટે રાહતના સમાચાર: ઓખા–ભાવનગર એક્સપ્રેસમાં કાયમી ધોરણે એક વધારાનો થર્ડ એસી કોચ જોડવામાં આવશે


આરક્ષિત સીટોની ઉપલબ્ધતા વધશે, મુસાફરી વધુ આરામદાયક બનશે


રાજકોટ મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ઓખા-ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ અને ભાવનગર ટર્મિનસ-ઓખા એક્સપ્રેસમાં કાયમી ધોરણે એક વધારાનો તૃતીય વાતાનુકૂલિત (થર્ડ એસી) કોચ જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વ્યવસ્થાથી ખાસ કરીને પીક સીઝન દરમિયાન આરક્ષિત સીટોની ઉપલબ્ધતામાં નોંધપાત્ર સુધારો થશે.


​રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ સુવિધા નીચે મુજબની તારીખોથી અમલમાં આવશે:


૧) ટ્રેન સંખ્યા 19210 (ઓખા–ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ): 02 જૂન 2026 થી.

૨) ટ્રેન સંખ્યા 19209 (ભાવનગર ટર્મિનસ–ઓખા એક્સપ્રેસ): 01 જૂન 2026 થી.


સુધારેલી કોચ સંરચના:


વધારાનો કોચ જોડ્યા બાદ ટ્રેનમાં કુલ 16 કોચ હશે, જેમાં 1 થર્ડ એસી, 3 સ્લીપર, 10 જનરલ અને 2 લગેજ વેન કોચનો સમાવેશ થશે.


મુસાફરોની સુવિધા માટે આ વધારાના કોચનું બુકિંગ પીઆરએસ (PRS) કાઉન્ટર અને આઈઆરસીટીસી (IRCTC) ની વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News