અનલોક–૨માં રાહત: ગુજરાતમાં દુકાનો ૮ વાગ્યા સુધી અને હોટલ–રેસ્ટોરન્ટ ૯ વાગ્યા સુધી ખુલ્લા રાખવાની છૂટ

  • June 30, 2020 11:45 AM 781 views

મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી એ અનલૉક 2 અંતર્ગત આવતી કાલ 1 જુલાઈ બુધવાર થી ગુજરાતમાં દુકાનોને રાત્રે 8 વાગ્યા સુધી કામકાજ ચાલુ રાખવા દેવાનો નિર્ણય કર્યો છે

આ ઉપરાંત હોટલ અને રેસ્ટોરન્ટ પણ રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે તેવો નિર્ણય પણ મુખ્યમંત્રીએ કર્યો છે

મુખ્ય મંત્રી એમ પણ જણાવ્યું છે કે ભારત સરકાર ના દિશા નિર્દેશો અનુસાર સમગ્ર રાજ્ય માં રાત્રે 10 વાગ્યા થી સવારે 5 વાગ્યા સુધી કરફ્યુ નો અમલ કરવાનો રહેશે

કેન્દ્ર સરકારે તારીખ 1 જુલાઈ થી અનલૉક 2 અંતગર્ત જે નવા દિશા નિર્દેશો આપેલા છે તેને પગલે મુખ્યમંત્રીશ્રી એ ગુજરાતમાં દુકાનો અને હોટલ રેસ્ટોરન્ટ માટે આ બે મહત્વપૂર્ણ કર્યા છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application