ઈન્દોર અને વલ્લભીપુર ખાતે થયેલા અકસ્માતમાં માર્યા ગયેલા લોકોને મોરારિબાપુ તરફથી સહાય

  • April 01, 2023 11:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

ગત રામનવમી નિમિત્તે મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે અનેક શ્રદ્ધાળુઓ દ્વારા એક મંદિરમાં હવન થઈ રહ્યો હતો અને તે દરમિયાન છત તૂટી પડતા અનેક લોકો વાવના પાણીમાં ગરકાવ થયા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધી પ્રાપ્ત અહેવાલો અનુસાર 36 લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે અને અનેક લોકોને ઇજાઓ પણ થવા પામી છે. મોરારીબાપુ દ્વારા આ ૩૬ મૃતકોના પરિજનોને પ્રત્યેકને રૂપિયા ૧૧૦૦૦ ની સાંત્વના રાશિ અર્પણ કરવામાં આવી છે. કુલ રૂપિયા ૩,૯૬,૦૦૦ ની આ સહાયતા રાશિ રામકથાના મધ્યપ્રદેશ સ્થિત શ્રોતા દ્વારા પહોંચતી કરવામાં આવી રહી છે. 


આ જ રીતે બે દિવસ પહેલા ભાવનગર જિલ્લાના વલભીપુર નજીક મેવાસા ગામ પાસે એક ટેમ્પો ઊંધો પડતા મૂળ ભડભીડ ગામના છ લોકોના કરુણ મૃત્યુ થયા હતા.આ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી મોરારીબાપુ એ તેના પરિજનોને પ્રત્યેકને રૂપિયા ૧૧,૦૦૦ લેખે ૬૬૦૦૦ ની સહાયતા રાશિ પ્રેષિત કરેલ છે. આમ આ બંને અક્સ્માતમાં માર્યા ગયેલા લોકોને ચાર લાખ બાસંઠ હજારની સહાયતા રાશિ મોકલવામાં આવી છે. બાપુએ તમામ મૃતકોના નિર્માણ માટે હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી તેમના પરિજનો તરફ દિલસોજી વ્યક્ત કરેલ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application