લોકડાઉનના ગાળામાં પણ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને થયો જંગી નફો

  • July 31, 2020 10:24 AM 372 views


રિલાયન્સ જિયોના નફામાં ૧૮૨ ટકાનો વધારો: રિલાયન્સ રિટેલની આવકમાં ૧૭ ટકાનો ઘટાડો

કોરોના વાયરસ અને તેના કારણે લગાવાયેલા લોકડાઉનથી મોટાભાગની કંપનીઓ મુશ્કેલીમાં મૂકાઈ ગઈ છે. જોકે, દેશના નંબર વન ઉધોગપતિ મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે લોકડાઉનમાં પણ નફો કર્યેા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડનો નેટ પ્રોફિટ ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ–જૂન કવાર્ટરમાં ૩૦.૯૭ ટકા વધીને ૧૩,૨૩૩ કરોડ પિયા રહ્યો. કંપનીને ભાગીદારી વેચાણથી થયેલી અસાધારણ આવકથી તેનો નફો વધ્યો છે. કંપનીએ શેર બજારને આપલી માહિતીમાં કહ્યું કે, આ પહેલા નાણાકીય વર્ષ ૨૦૧૯–૨૦માં આ જ કવાર્ટરમાં કંપનીને ૧૦,૧૧૪ કરોડ પિયાનો નેટ પ્રોફિટ થયો હતો. આમ, કંપનીને નેટ પ્રોફિટ ૫૪ ટકા વધીને ૪,૯૬૬ કરોડ પિયા થયો છે.


રિલાયન્સ બીપી મોબિલિટી સર્વિસ માટે બ્રિટિશ ઓઈલ મેજર  દ્રારા રોકાણથી . ૪,૯૬૬ કરોડની વન–ટાઈમ આવક પણ થઈ છે. ઉલ્લેખનીય છે કે, અમારા સહયોગી ઈટી નાઉના એનાલિસ્ટોએ કંપનીનો નફો . ૭,૭૦૦ કરોડ રહેવાની શકયતા વ્યકત કરી હતી. કંપનીએ માર્કેટ બધં થયાના કલાકો બાદ પોતાની આવકો જાહેર કરી. આ પહલા તેનો શેર ૦.૬૧ ટકા વધીને ૧,૧૦૮.૬૫ પર બધં રહ્યો.
કંપની ટોટલ ખર્ચમાં ૪૨ ટકા ઘટાડો કરવામાં પણ સફળ રહી. જે નાણાકીય વર્ષ ૨૦૨૦ના પહેલા કવાર્ટરમાં . ૧,૫૦,૮૫૮ હતો, જે ઘટીને . ૮૭,૪૦૬ રહ્યો. તે સાથે જ કોન્સોલિડેટેડ ટોટલ ઈનકમ ૪૨ ટકા ઘટીને ૯૫,૬૨૬ કરોડ રહી. કંપનીએ કહ્યું કે, કોવિડ–૧૯ના કારણે ગ્રુપના ઓપરેશન્સ અને રેવન્યુને અસર પડી.


રિલાયન્સ જિયો ઈન્ફોકોમની આવાકમાં ૧૮૨.૮૨ ટકા વધારો નોંધાયો. જિયોને . ૨,૫૨૦ કરોડની આવક થઈ છે. જે ગત વર્ષે આ જ ગાળામાં રૂ.૮૯૧ કરોડ હતી.


જિયોની ઓપરેશન્સથી રેવન્યુ ૩૩.૭૦ ટકા વધીને રૂ.૧૬,૫૫૭ કરોડ રહી. યારે Ebitda વધારો ૫.૪૦ ટકા વધીને . ૭,૨૮૧ ટકા રહી. જિયોની ઓપરેશન્સથી આવક ૩૩.૭૦ ટકા વધીને . ૧૬,૫૫૭ કરોડ થઈ. યારે  Ebitda ૫૫.૪૦ વધીને. ૭,૨૮૧ કરોડ રહ્યો. આ કવાર્ટરમાં એવરેજ રેવન્યુ પર યુનિટ . ૧૪૦.૩૦ રહી જે માર્ચ કવાર્ટરમાં . ૧૩૦.૬ હતી. જિયોની સૌથી મોટી પ્રતિસ્પર્ધી ભારતી એરટેલની એવરેજ રેવન્યુ પર યુનિટ આ કવાર્ટરમાં . ૧૫૭ રહી જે ગત વર્ષે આ જ ગાળામાં . ૧૨૯ હતી.


જોકે, રિલાયન્સ રિટેલની આવક ૧૭.૨૦ ટકાનો ઘટીને રૂ.૩૧,૬૩૩ કરોડ થઈ છે. Ebitda યર ઓન યર ૪૭.૪૦ ટકા ઘટીને રૂ.૧,૦૮૩ કરોડ રહ્યો. કંપનીએ કહ્યું કે, રિલાયન્સ રિટેલનો Ebitda પોઝિટિવ હતો અને કવાર્ટરની મર્યાદાઓ છતાં લેકિસબલ રહ્યો અને કોસ્ટ મેનેજમેન્ટ ઈનિટેટિવ્સથી ફિકસડ કોસ્ટ પર બચત થી, જે ઓછા વેચાણથી ઓછા નફાની અસરને ઓછી કરવામાં મદદ મળી.


આરઆઇએલના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર મુકેશ અંબાણીએ પરિણામો પર કહ્યું કે, 'વૈશ્વિક લોકડાઉનના કારણે માગમાં ઘટાડો થતા અમારા હાઈડ્રોકાર્બન બિઝનેસ પર અસર પડી, પરંતુ અમારા ઓપરેશન્સમાં લેકિસબિલિટીથી અમને સામાન્ય સ્તરોની નજીક ઓપરેટ કરી શકયા અને ઉત્કૃ પરિણામો આપી શકયા. અમારા ગ્રાહક લક્ષી બિઝનેસો અમારા રિટેલ સાથે જોડાયેલા વ્યકિતઓ અને બિઝનેસો માટે લાઈફ–લાઈન બન્યા અને લોકડાઉનમાં લાખો લોકોને જરી વસ્તુઓ અને સેવાઓ મળી રહે તે માટે જિયોની ટીમે ઘણી જ સખત મહેનત કરી.'


તેમણે જણાવ્યું કે, 'જિયોની શઆત દરેકેને મજબૂત રીતે જોડવા અને વાયરલેસ તેમજ ડિજિટલ નેટવર્ક સિકયોર કરવા અને દરેક ભારતીયને ડિજિટલ કનેકિટવિટી આપવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી. ૧૩ રોકાણકારો, જેમાં મોટી ટેકનોલોજી કંપનીઓ અને વૈશ્વિક રોકાણકારોનો સમાવેશ થાય છે, હવે અમારી જેવો જ દ્રષ્ટ્રિકોણ ધરાવ છે.'


આરઆઇએલએ ભારતના કોર્પેારેટ ઈતિહાસમાં સૌથી ફડં એકઠું કર્યાનો ઉલ્લેખ કરતા અંબાણીએ લાખો રોકાણકારોનો રાઈટસ ઈસ્યૂને સહકાર આપવા બદલ આભાર માન્યો અને રિલાયન્સના વિકાસના નવા તબક્કામાં નવા સહયોગીઓનું સ્વાગત કયુ


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application