રિલાયન્સ ખરીદશે TikTok, મુકેશ અંબાણીએ કરી તેની પેરેન્ટ કંપની ByteDance સાથે મિટીંગ

  • August 13, 2020 02:24 PM 759 views

ભારતનાં ઓનલાઈન વિડીયો માર્કેટમાં એક વિચિત્ર વળાંક આવવાની શક્યતા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ભારતીયોની મન ગમતી બની ચૂકેલી TikTok એપ ખરીદવાની છે તેવી વાતોએ અત્યારે જોર પકડ્યુ છે. આ માટે રિલાયન્સનાં ચેરપર્સન મુકેશ અંબાણીએ TikTok ની પેરેન્ટ કંપની ByteDance ના સાથે મિટીંગ કરી હતી.

 

જો રિલાયન્સ દ્વારા TikTok ખરીદવામાં આવશે તો ભારતમાં TikTok ની ચોક્કસપણે વાપસી થવામાં શંકાને સ્થાન નથી. TikTok નું બીજા નંબરનું સૌથી મોટુ માર્કેટ ભારત હતું. કારણ કે ભારતમાં 20 કરોડથી પણ વધારે TikTok યૂઝર્સ હતા. પરંતુ ચીની વસ્તુઓનો વિરોધ કરવા ભારત સરકારે 59 એપ્સને બેન કરી દીધી હતી. તેમાંની એક  TikTok પણ હતી. 

 

રિલાયન્સે કંપનીએ TikTok માં ઈન્વેસ્ટમેન્ટ કરવાની તૈયારી જુલાઈ મહિનાથી શરૂ કરી દીધી હતી. જો બધુ સમુસૂતરુ પાર પડ્યું તો TikTok ભારતમાં ફરી રિલાયન્સની માલિકી હેઠળ શરુ થશે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application