કોરોના વિરુદ્ધ રિલાયંસ ફાઉંડેશન મેદાને, મુંબઈમાં કોરોનાના દર્દી માટે કરી 875 બેડની વ્યવસ્થા, ફ્રીમાં થશે સારવાર

  • April 27, 2021 08:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રિલાયન્સ ફાઉન્ડેશને કોરોના વાયરસ સામે ચાલતી લડાઈમાં એક મોટી પહેલ કરી છે. રિલાયંસ ફાઉન્ડેશન દ્વારા મુંબઇમાં કોરોનાના દર્દીઓ માટે 875 બેડની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. આ ઉપરાંત 100 નવા આઈસીયુ બેડ પણ તૈયાર કરાયા છે. રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી નેશનલ સ્પોર્ટસ ક્લબ ઓફ ઈન્ડિયા દ્વારા તમામ કોરોના દર્દીઓની નિ: શુલ્ક સારવાર કરવામાં આવી રહી છે. એટલું જ નહીં સેવન હિલ્સના કોવિડ દર્દીઓ પણ નિ: શુલ્ક સારવાર મેળવી રહ્યા છે. રિલાયન્સના સહયોગથી સેવન હિલ્સ હોસ્પિટલમાં 45 આઈસીયુ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. 

 

 

રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા વરલીમાં 650 બેડની વ્યવસ્થા આપવામાં આવી છે, સાથે જ ટ્રાઇડન્ટ હોટલ અને બીકેસીમાં 100 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત મુંબઇની સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં લગભગ 875 પલંગની વ્યવસ્થા કરવામાં આવશે. તેમાં એનએસસીઆઈના બેડ, સેવન હિલ્સ હોસ્પિટલ અને બીકેસીમાં સ્થિત ટ્રાઇડન્ટ સહિતના આઈસીયુના 145 બેડનો સમાવેશ થાય છે.  

 


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS