રિલાયન્સે સ્માર્ટ ફોનનું લોન્ચિંગ છેલ્લી ઘડીએ ટાળ્યું

  • September 10, 2021 10:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશભરના લોકો જિઓફોન નેકસટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રિલાયન્સની વાર્ષિક સામાન્ય સભામાં ચેરમેન મુકેશ અંબાણીએ  JioPhone Next  જાહેરાત કરી હતી. અને જાહેર કરાયું હતું કે આ સસ્તા ૪જી સ્માર્ટફોનનું વેચાણ ગણેશ ચતુર્થી, ૧૦ સપ્ટેમ્બર એટલે કે આજથી શ થશે. પરંતુ મોડી રાત્રે રિલાયન્સ જિયોએ  માહિતી આપી કે દિવાળી પહેલા જિયોફોન નેકસટ બજારમાં ઉપલબ્ધ કરી શકાય છે.આમ છેલ્લી ઘડીએ વિશ્વના સૌથી સ્સ્તા ફોનનું લોન્ચિંગ ટાળવામાં આવ્યુ છે.

 


કંપનીએ એક પ્રેસ રિલીઝ મોકલીને જાણ કરી કે સ્માર્ટફોન હાલમાં એડવાન્સ ટ્રાયલમાંથી પસાર થઈ રહ્યો છે અને તેનું વેચાણ દિવાળી પહેલા શ થશે. આ વર્ષે દિવાળી ૪ નવેમ્બરે છે એટલે કે આ અતિસસ્તો ફોન નવેમ્બરમાં ઉપલબ્ધ થશે.

 


 મુકેશ અંબાણીએ દાવો કર્યેા છે કે આ દુનિયાનો સૌથી સસ્તો એન્ડ્રોઇડ સ્માર્ટફોન હશે. કંપનીનો હેતુ આ સ્માર્ટફોનને દેશના ૪૫ કરોડ ૨ યુઝર્સ સુધી પહોંચવાનો છે.
JioPhone Next  ગૂગલના સહયોગથી વિકસાવવામાં આવ્યું છે. એટલે કે, ફોનના સોટવેર અને સિકયોરિટી માટે ગૂગલ જવાબદારી નિભાવશે. ફોનના લોન્ચિંગ પર ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ કહ્યું હતું કે આ સ્માર્ટફોનને સતત અપડેટસ મળશે. આ ઉપરાંત ફોનને વલ્ર્ડ કલાસ સિકયુરિટી અને માલવેર પ્રોટેકશન પણ મળશે.


જાણીતા ડેટા એન્જિનિયર અને પ્રોડકટ રિવ્યૂ ટીપ્સ્ટર અનુસાર  JioPhone Next  કિંમત ૩,૪૯૯ પિયા આસપાસ હશે. તેણે  JioPhone Next  સ્પેસિફિકેશન પણ શેર કર્યા છે. તેમના મતે ફોનમાં ૫.૫–ઈંચની એચડી ડિસ્પ્લે, ૧૩–મેગાપિકસલનો  rear કેમેરો અને 2500mAh ની બેટરી મળશે.

 


ચાઇનીઝ સ્માર્ટફોન કંપનીઓ હાલમાં દેશના સ્માર્ટફોન માર્કેટમાં ૭૫ ટકા પ્રભુત્વ ધરાવે છે. ખાસ કરીને, Xiaomi, Vivo, Oppo, Realme, OnePlus, Gionee જેવી ચીની કંપનીઓના ફોન સૌથી વધુ વેચાય છે. આ પછી દક્ષિણ કોરિયાની કંપની સેમસંગનો નંબર આવે છે. આવી સ્થિતિમાં  JioPhone Next ના આગમનથી અન્ય કંપનીઓના ૪ અને ૫ માર્કેટ પર ખરાબ અસર પડી શકે છે.  ની જેમ કંપની JioPhone Next સાથે પણ આકર્ષક ડેટા ઓફર કરી શકે છે. જે ગ્રાહકોને આકર્ષી શકે છે.

 


જૂનમાં યોજાયેલી ૪૪ મી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની એજીએમમાં જિયો ફોન નેકસટની જાહેરાત કરવામાં આવી હતી. રિલાયન્સ જિયો અને ગૂગલની ભાગીદારીમાં બનેલા આ ૪ જી સ્માર્ટફોનને ખૂબ જ સસ્તું ફોન ગણાવવામાં આવી રહ્યો છે. કંપનીએ હજુ સુધી  JioPhone Next ની કિંમત અને સ્પેસિફિકેશન સત્તાવાર જાહેર કર્યા નથી. પરંતુ ઘણી વખત ફોન વિશેની માહિતી લીકમાં સામે આવી છે. જિયો ફોન નેકસટમાં ગૂગલ પ્લે સ્ટોર, વોઇસ આસિસ્ટન્ટ અને લેંગ્વેજ ટ્રાન્સલેશન જેવી સુવિધાઓ આપવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application