કોરોના કાળ પણ રિલાયન્સને ફળ્યો, ક્લિક કરીને વાંચો સંપૂર્ણ અહેવાલ

  • January 23, 2021 09:53 PM 556 views

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના નફામાં 12.5 ટકાનો ધારો થયો છે. 31 ડિસેમ્બર 2020ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં ઓઈલથી ટેલિકોમમાં પોતાનો દબદબો ધરાવતી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો નફો વધીને 13,101 કરોડ રૂપિયા થયો છે. કંપ્નીના નેટ પ્રોફિટમા 12.5 ટકા એટલે કે 13,101 કરોડ રૂપિયાનો વધારો થયો છે. કંપ્નીએ ઓક્ટોબરથી ડિસેમ્બરના ત્રિમાસિક ગાળામાં અપેક્ષા કરતા વધારે સારું પ્રદર્શન કર્યું છે. 2020મા જૂલાઈથી સપ્ટેમ્બરના ક્વાર્ટરમાં કંપ્નીને 10,602 કરોડ રૂપિયાનો નફો થયો હતો.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની કોન્સોલિડેટેડ રેવેન્યુ 1.2 લાખ કરોડ રૂપિયા રહી છે જેમાં 21.10 ટકાનો વધારો થયો છે. જે ગત વખતની તુલનામાં 7.4 ટકા વધારે છે. કંપ્નીને 8,744 કરોડ રૂપિયા એટલે કે 33.6 ટકાનો ચોખ્ખો નફો થયો છે.


રિલાયન્સ જિયોનો ચોખ્ખો નફો 15.5 ટકા વધીને 3,489 કરોડ રૂપિયા થયો છે. ગત ક્વાર્ટરમાં કંપ્નીનો ચોખ્ખો નફો 3,020 કરોડ રૂપિયા હતો. ઓક્ટોબરથી ડિસેમ્બરના ત્રિમાસિકમાં કંપ્નીની રેવન્યુ 22,858 કરોડ રૂપિયા રહ્યા છે. 31 ડિસેમ્બર સુધી જિયોના ગ્રાહકોની સંખ્યા 41 કરોડ છે.


કંપ્નીએ જણાવ્યું હતું કે ભાર સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના રોગચાળાના કારણે આર્થિક ગતિવિધીઓને અસર પહોંચી છે અને તેમાં મંદી આવી છે. આ સમયગાળા દરમિયાન ગ્રૂપ્ના સંચાલન અને આવક પર પણ કોવિડ-19ની અસર જોવા મળી છે.


નોંધનીય છે કે આ પરિણામો પહેલા કંપ્નીના શેરમાં સવારે 1.5 ટકાનો ઘટાડો થયો હતો. રિલાયન્સનો શેર સવારે 1.5 ટકાના ઘટાડા સાથે 2065 રૂપિયા થઈ ગયો હતો. અગાઉ કંપ્નીના શેરમાં સતત ચાર દિવસ સુધી તેજી રહી હતી. ગુરૂવારે આ બીએસઈ પર સવારે કારોબારમાં ત્રણ ટકા તેજી સાથે 2110 રૂપિયા સુધી પહોંચી ગયો હતો.

જિયોનો નફો 15.5 ટકા વધીને 3,489 કરોડ થયો
ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપ્ની રિલાયન્સ જિયોનો નાણાકીય વર્ષ 2020-21ના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં નેટ પ્રોફિટ 15.5 ટકા વધીને 3,489 કરોડ પર પહોંચી ગયો અને રેવન્યુ 22,858 કરોડ રૂપિયા રહી. જિયોએ જણાવ્યું કે, બીજા ક્વાર્ટરમાં કંપ્નીનો એઆરયુઙ્કી 151 રૂપિયા પ્રતિ સબ્સક્રાઈબર પ્રતિ માસ રહ્યો. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તે 145 રહ્યો હતો. તો, ત્રીજા ક્વાર્ટરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીનો નેટ પ્રોફિટ વાર્ષિક આધાર પર 12.5 ટકા વધીને 13,101 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. ઓઈલ ટુ કેમિકલ બિઝનેસના સુધરવાથી, રિટેલમાં જળવાઈ રહેલી મજબૂતી અને ટેલિકોમ યુનિટ જિયોના કારણે આ પ્રોફિટ થયો છે. ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં રિલાયન્સનો ક્ધસોલિડેટેડ પ્રોફિટ 13,101 કરોડ રૂપિયા રહ્યો, જે એક વર્ષ પહેલા આ જ ગાળામાં 11,640 કરોડ હતો. 31 ડિસેમ્બર, 2020 સુધી કંપ્નીના કુલ ગ્રાહકોની સંખ્યા 41 કરોડ રૂપિયા રહી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application