પઠાનની સુનામી સામે શહેઝાદાની રિલીઝ ડેટ પાછી ઠેલાઇ

  • February 01, 2023 04:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • કાર્તિક આર્યન અને કૃતિ સેનોનની ફિલ્મ હવે 17 ફેબ્રુઆરીએ આવશે
  • પહેલાં ફિલ્મ 10 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની હતી, ટ્રેલર લોકોને ગમ્યુ હતું



શાહરુખ ખાનની પઠાનની સુનામી જોઇ એક તરફ બોલીવૂડ ખુશીથી ઝૂમી રહ્યું છે તો કેટલાક નિર્માતાને ચિંતા થવા લાગી છે. આવા જ એક નિર્માતા ડેવિડ ધવનના પુત્ર રોહિત ધવને પોતાની ફિલ્મ શહેઝાદાની રિલીઝ ડેટ એક સપ્તાહ પાછી ઠેલી દીધી.

રોહિત ધવનની કાર્તિક આર્યન અને કૃતિ સેનોન સ્ટાર ફિલ્મ શહેઝાદા પહેલાં 10મી ફેબ્રુઆરીએ રિલીઝ થવાની હતી. પરંતુ પઠાનની બોક્સ ઓફિસ પર ધમાલ જોઇ નિર્માતાએ તેની રિલીઝ ડેટ એક સપ્તાહ પાછળ એટલે કે 17 ફેબ્રુઆીર કરી દીધી.

ભૂલભુલૈયા 2માં શઆનદાર પરફોર્મ કરનારા કાર્તિક આર્યનની આ ફિલ્મ હોવાથી લોકો તેના પાસે અપેક્ષા રાખીને બેઠા છે. વળી શહેઝાદા સાઉથના સુપર સ્ટાર અલ્લુ અર્જુનની જ તેલુગુ હિટ અલા વૈકુંઠાપુરામુલુની હિન્દી રિમેક છે.

આ એકશન કોમેડી ફિલ્મમાં કાર્તિક અને કૃતિ ઉપરાંત પરેશ રાવલ, તબુ અને લાંબા સમય બાદ મનીષા કોઇરાલાને ફિલ્મોમાં જોઇ શકાશે.

શહેઝાદાનો ટ્રેલર 12 જાન્યુઆરીએ લોન્ચ થયો હતો. જેને ફેન્સે બહુ પસંદ કર્યો હતો. હવે પ્રેક્ષકો કાર્તિકને એક્શન અવતારમાં જોવા એક્સાઇટેડ છે. ફિલ્મ પારિવારિક મનોરંજન પીરસનારી હોવાનો દાવો કરાઇ રહ્યો છે. જેમાં કૃતિનો ગ્લેમેર્સ લુક ખાલ ધ્યાન ખેંચશે.

ટ્રેલર ઉપરાંત શહેઝાદાના બે ગીતો પણ લોકોની જીભે અત્યારથઈ ચઢી ગયા છે. થોડા સમય પહેલાં પહેલું ગીત મુંડા સોના હું મેં રીલીઝ થયું હતું. જ્યારે તાજેતરમાં જ બીજુ ગીત છેડખાનિયા પણ રિલીઝ થઇ ગયું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application