જ્યારથી કોંગ્રેસ હાઇકમાન્ડે અયોધ્યાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના નિમંત્રણને નકારી કાઢ્યું છે ત્યારથી કોંગ્રેસની અંદરના નેતાઓ અને કાર્યકરોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. ગુજરાત કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડીયા પણ આ મામલે તેમની નારાજગી વ્યક્ત કરી ચૂકયા છે. ત્યારે હવે મધ્યપ્રદેશ કોંગ્રેસના નેતા પણ તેમની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. એટલું જ નહી કોંગ્રેસ હાઇકમાન્ડના આ નિર્ણયથી નારાજ અને દુઃખી થયેલા 48 વર્ષીય કોંગ્રેસના કટ્ટર નેતાએ પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે અને ભાજપમાં જોડાવાની તૈયારી કરી લીધી છે.
વાસ્તવમાં અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. જેનું નિમંત્રણ કોંગ્રેસે હાઇકમાન્ડે નકારી કાઢયું હતું. ત્યારે મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં કોંગ્રેસના શહેર જિલ્લા પ્રવક્તા આનંદ શર્માને આ સમાચાર મળતા તેઓ ખૂબ જ દુઃખી થઈ ગયા.
આનંદ શર્માએ આ બાબતે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, આજે જે કંઈ પણ થઈ રહ્યું છે તેનો પાયો કોંગ્રેસે જ નાખ્યો હતો. ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના સમયમાં કોંગ્રેસની નીતિઓની વર્તમાન સમયમાં અવગણના થઈ રહી છે. આનંદ શર્માએ કહ્યું કે તેઓ પક્ષના વરિષ્ઠ નેતૃત્વ દ્વારા રામલલાના અભિષેક માટેના આમંત્રણને અવગણવાથી ખૂબ જ દુઃખી થયા છે. તેથી તેમણે પાર્ટીની તમામ જવાબદારીઓમાંથી રાજીનામું આપી દીધું છે.
આપને જણાવી દઇએ કે, આનંદ શર્મા છેલ્લા 48 વર્ષથી કોંગ્રેસના પ્રાથમિક સભ્ય છે. પાર્ટીએ તેમને ઘણી જવાબદારીઓ પણ આપી હતી. આનંદ શર્મા ત્રણ વખત કાઉન્સિલર રહી ચૂક્યા છે. આ ઉપરાંત, હાલમાં તેઓ કોંગ્રેસના શહેર જિલ્લા પ્રવક્તા છે અને ગ્વાલિયર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસ પાર્ટીના પ્રભારી પણ છે, પરંતુ પાર્ટીએ ભગવાન શ્રીરામના પ્રાણપ્રતિષ્ઠા માટેના આમંત્રણને નકારી કાઢ્યા બાદ કોંગ્રેસના નેતા આનંદ શર્માએ કોંગ્રેસ પક્ષ સાથેનો છેડો ફાડી નાખ્યો છે.
એટલું જ નહીં આનંદ શર્મા કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને મળ્યા હતા. સિંધીયા પણ તેમને ખૂબ જ આત્મીયભાવ સાથે મળ્યા હતા. કોંગ્રેસ સાથે નાતો તોડી હવે આનંદ શર્મા ટૂંક સમયમાં ભાજપમાં જોડાવાના છે. આ માટે તૈયારી પણ થઇ ચૂકી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય માર્ગ પર ફરકાવ્યો ત્રિરંગો
January 26, 2025 10:40 AMપ્રજાસત્તાક દિવસે જમ્મુના MAM સ્ટેડિયમમાં બોમ્બની ધમકી, ઉપરાજ્યપાલ અહીં ધ્વજ ફરકાવશે
January 26, 2025 09:14 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:59 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech