જન્મ મરણ નોંધણી વખતે આધાર કાર્ડ કઢાવવામાં અને તે પ્રકારની અન્ય કામગીરીમાં દરેક વ્યકિત પોતાને અનુકૂળ લાગે તે મુજબ નામ અને અટક આગળ પાછળ લખાવતા હતા. પરંતુ ગુજરાત સરકારના નાયબ મુખ્ય રજીસ્ટ્રાર દ્રારા આ સંદર્ભે એક પરિપત્ર બહાર પાડીને હવે સમગ્ર રાયમાં આ મામલે એકસૂત્રતા જળવાય તે માટે જન્મ મરણ, આધાર કાર્ડ સહિતની તમામ બાબતોમાં સૌપ્રથમ નામ લખાવવા, ત્યાર પછી મિડલ નેઇમ અને છેલ્લે અટક લખાવવાની સૂચના આપવામાં આવી છે.
અધિકારી વર્તુળોના જણાવ્યા મુજબ અત્યાર સુધી આ પ્રકારની વ્યવસ્થા ન હોવાના કારણે લોકો જન્મ મરણના દાખલા અને આધાર કાર્ડ સહિતની બાબતોમાં મન પડે તેમ સૌપ્રથમ નામ લખાવે અથવા તો અટક લખાવતા હોવાથી સરકારને આઇડી અપડેટ કરવા, લિંક જનરેટ કરવા સહિતની અનેક બાબતોમાં સમસ્યા રહેતી હતી.
આ પરિસ્થિતિ નિવારવા માટે હવે જન્મ મરણના દાખલા અને આધાર કાર્ડ સહિતની બાબતોમાં સૌપ્રથમ જે તે વ્યકિતનું નામ, ત્યાર પછી તેના પિતાનું નામ અને છેલ્લે અટક લખવા માટે રાયના નાયબ મુખ્ય રજીસ્ટર દ્રારા આદેશ કરવામાં આવ્યો છે.
આધારકાર્ડમાં બાળક, તેના પિતા અને અટક ઉપરાંત દાદા દાદીનું અને માતાના કિસ્સામાં તેના પિતાનું પણ નામ લખાતું હોવાથી આ બાબતે પણ સ્પષ્ટ્રતા કરવામાં આવી છે અને જણાવ્યું છે કે આધાર કાર્ડમાં પણ આ મુજબ પેટ્રન અનુસરવાની રહેશે.
જે લોકો પાસે જૂની સિસ્ટમવાળા આધાર કાર્ડ છે તેમણે આ બાબતે અત્યારે કોઈ સુધારો વધારો કે ફેરફાર કરવાની જર નથી પરંતુ યારે આધારકાર્ડમાં ફેરફાર કરવાનો થાય ત્યારે આ સિસ્ટમ અનુસરવાની રહેશે. સરકારની આ સૂચના પછી હવે નવા જે આધાર કાર્ડ કાઢવામાં આવી રહ્યા છે તેમાં પણ સૌ પ્રથમ નામ, ત્યાર પછી પિતાનું નામ અને છેલ્લે અટક લખવાની સૂચના આપી દેવામાં આવી છે. આવી જ રીતે જન્મ મરણના દાખલામાં પણ આ નવી સિસ્ટમ તાત્કાલિક અસરથી લાગુ કરવા માટે જણાવી દેવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં મોટી સંખ્યામાં આચાર્યોની જગ્યાઓ ખાલી
March 07, 2025 11:49 AMદ્વારકા ખાતે ફુલડોલ ઉત્સવના સુચારુ આયોજન અંગે સમીક્ષા બેઠક યોજાતા જિલ્લા કલેકટર
March 07, 2025 11:48 AMભાજપના સંગઠનમાં માત્ર એક જ મહિલાને સ્થાન
March 07, 2025 11:47 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech