ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા લેવામાં આવેલી ધોરણ–૧૦ અને ૧૨ની પરીક્ષામાં ચાલુ વર્ષે માત્ર ૩૨ કોપી કેસ જ સામે આવ્યા છે. ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે કોપી કેસની સંખ્યામાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. ગત વર્ષે બોર્ડની પરીક્ષા દરમિયાન ૩૯૪ કોપી કેસ નોંધાયા હતા. યારે આ વખતે ૯૨ ટકાના ઘટાડા સાથે માત્ર ૩૨ કેસ જ સામે આવ્યા છે.
આ વખતે બોર્ડની પરીક્ષામાં નોંધાયેલા કોપી કેસમાં ૫ વિધાર્થી મોબાઈલ ફોન સાથે યારે ૪ ડમી વિધાર્થી પણ પકડાયા છે. ખરી ખબર તો સીસીટીવી ફટેજની ચકાસણી થશે ત્યારે જ પડશે.
દર વર્ષે બોર્ડની પરીક્ષા વખતે કોપી કરતા પકડાયેલા વિધાર્થીઓ કરતા સીસીટીવી ફટેજની ચકાસણી વખતે મોટી સંખ્યામાં વિધાર્થીઓ કોપી કરતા પકડાતા હોય છે. ગત વર્ષે પણ ધોરણ–૧૦ની પરીક્ષામાં કોપી કરતા ૧૩૮ વિધાર્થી પકડાયા હતા, પરંતુ ત્યારબાદ ફટેજની ચકાસણી કરતા ૪૦૦ કેસ સામે આવતા તેમના પરિણામ અટકાવવામાં આવ્યા હતા. આમ, આ વખતે પણ ફટેજની ચકાસણી વખતે કોપી કરનારા વિધાર્થીઓની સંખ્યામાં વધારો થવાની પૂરી શકયતા છે.
પ્રા માહિતી અનુસાર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા ૨૭ ફેબ્રુઆરીથી ૧૭ માર્ચ દરમિયાન ધોરણ–૧૦ અને ૧૨ની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં ચાલુ વર્ષે માત્ર ૩૨ વિધાર્થીઓ જ કોપી કરતા પકડાયા હોવાની વિગતો સામે આવી છે. શિક્ષણ બોર્ડની પરીક્ષામાં આ વખતે ધોરણ–૧૦માં ૧૨ વિધાર્થીઓ સામે કોપી કેસ નોંધાયા છે.
જેમાં દાહોદ અને અમરેલી ખાતે એક–એક ડમી વિધાર્થી પકડાયા હતા. યારે જૂનાગઢ અને સુરેન્દ્રનગર ખાતે એક–એક વિધાર્થી મોબાઈલ ફોન સાથે પકડાયા હતા. યારે ૮ વિધાર્થીઓ કાપલી સાથે કોપી કરતા પકડાયા હતાં.
આમ, સાયન્સમાં કુલ ૩ કોપી કેસ નોંધાયા હતા. આમ, સમગ્ર પરીક્ષા દરમિયાન ૪ ડમી વિધાર્થી પરીક્ષા આપતા પકડાયા હતા.યારે ૫ વિધાર્થીઓ મોબાઈલ ફોન સાથે અને ૨૩ વિધાર્થી કોપી કરતા પકાડાયા છે.
યારે ધોરણ–૧૨ સામાન્ય પ્રવાહમાં ૧૭ કોપી કેસ નોંધાયા છે, જેમાં દાહોદ અને બનાસકાંઠામાં ડમી વિધાર્થી પકડાયા હતા. યારે ભાવનગરમાં ૨ વિધાર્થી મોબાઈલ સાથે પકડાયા હતા. આ ઉપરાંત ૧૩ કોપી કેસમાં પાટણમાં એક સાથે ૭ વિધાર્થી કોપી કરતા પકડાયા હતા. ધોરણ–૧૨ સાયન્સમાં ગાંધીનગર ખાતે એક વિધાર્થી મોબાઈલ સાથે પકડાયો હતો યારે વિધાર્થીઓ કોપી કરતા જણાયા હતા. ૨
ગત વર્ષે બોર્ડની પરીક્ષા દરમિયાન ૩૯૪ વિધાર્થીઓ કોપી કરતા પકડાયા હતા. જેમાં ધોરણ–૧૦માં ૧૩૮વિધાર્થી, ધોરણ–૧૨ સામાન્ય પ્રવાહમાં ૨૩૮ અને ધોરણ–૧૨ સાયન્સમાં ૧૮ વિધાર્થીઓ કોપી કરતા પકડાયા હતા. જોકે, આ વખતે ૯૨ ટકાનો ઘટાડો થયો છે અને માત્ર ૩૨ કેસ જ સામે આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં ગુજરાતે દિલ્હીને 7 વિકેટે હરાવ્યું, સિઝનમાં પાંચમી જીત
April 19, 2025 11:07 PMઈસ્ટરના કારણે પુતિને યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત કરી, ધાર્મિક મહત્વ જાળવ્યું
April 19, 2025 11:03 PMકેનેડામાં બે જૂથો વચ્ચે ફાયરિંગમાં પંજાબની 21 વર્ષીય યુવતીનું મોત, બસ સ્ટોપ પર હતી ઉભી
April 19, 2025 11:00 PMરાજકોટ-સરધાર રોડ પર ગમખ્વાર અકસ્માત: માતા-પુત્રી સહિત 4નાં મોત, 3 ગંભીર રીતે ઘાયલ
April 19, 2025 10:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech