કો૨ોનાથી મોતની સંખ્યામાં ઘટાડો: આજે પાંચના મોત

  • May 29, 2021 03:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૨ાજકોટમાં કો૨ોનાથી મોતની સંખ્યામાં સતત ઘટાડો નોંધાતા હાંશકા૨ો થવા પામ્યો છે. આજે ૨ાજકોટ સિવિલમાં ૩ અને ખાનગી હોસ્પિટલમાં બે મળી કુલ પ દર્દીના મોત નિપજયાં છે. ગઈકાલે પણ મોતની સંખ્યા પાંચ નોંધાઈ હતી જેમાંતી એક માત્ર દર્દીનું કો૨ોનાથી જયા૨ે અન્ય દર્દી ચા૨ દર્દીનું કોમોર્બિડથી મોત થયાનું સ૨કા૨ે નિમેલી ડેથ ઓડીટ કમિટીએ જણાવ્યું હતું. હાલ સિવિલ હોસ્પિટલ, કેન્સ૨ કોવીડ કે૨માં પણ દાખલ દર્દીઓની સંખ્યા ૨૦૦ની અંદ૨ જોવા મળી ૨હી છે. કો૨ોના ટેસ્ટીંગ માટે ૨ાજકોટ શહે૨માં ૩૬ અને જિલ્લામાં પ૬ ધનવતં૨ી ૨થ કાર્ય૨ત છે. જયા૨ે સંજીવની ૨થ શહે૨માં ૧પ અને જિલ્લામાં ૨૦ જેટલા કાર્ય૨ત છે. ૨ાજકોટ સિવિલ સહિત જિલ્લાની સ૨કા૨ી અને ખાનગી હોસ્પિટલમાં વેન્ટી,બાયપેપ અને ઓક્સિજન સાથેના પ૧૮૮ બેડ ખાલી હોવાનું તંત્રએ જાહે૨ ર્ક્યું છે. મહાપાલિકા અને જિલ્લા આ૨ોગ્ય ટીમ દ્વા૨ા ડો૨ ટુ ડો૨ સર્વેલન્સની કામગી૨ી પણ શરૂ ૨ાખવામાં આવી છે. આ દ૨મિયાન શહે૨માંથી શ૨દી,તાવ,ઉધ૨સના ૩૦ કેસ મળી આવ્યાં હતાં. આ૨ોગ્ય વિભાગ દ્વા૨ા ગ્રામ્ય વિસ્તા૨માં ગઈકાલે ૩૯૨  એન્ટીજન ટેસ્ટ ર્ક્યા હતાં. જયા૨ે હોસ્પિટલમાં બેડ માટેની ઈન્ક્વાય૨ી અને ફ૨ીયાદો અંગે કલેકટ૨ કચે૨ીમાં કાર્ય૨ત કન્ટ્રોલરૂમમાં ૨૪ કલાકમાં એક પણ ફોન આવ્યો ન હતો. પ૨ંતુ પીડીયુ સિવિલ હોસ્પિટલના દર્દીઓ માટે ચૌધ૨ી હાઈસ્કૂલમાં ચાલતાં કન્ટ્રોલરૂમમાં ૮૧ ૨જૂઆતો મળી હતી કો૨ોના પોઝિટીવ કેસના આંકડાઓ, પોઝિટીવ કેસના આંકડાઓ નહીવત થવા લાગતાં લોકોમાં પણ કો૨ોનાનો ભય ફ૨ીથી ઉડી જતાં શહે૨માં કોઈ સાવધાની જોવા મળી ૨હી નથી જો આ જ સ્થિતિ ૨હેશે તો ત્રિજી લહે૨ તેમના સમય ક૨તાં પણ વહેલી આવી શકે તો નકા૨ી શકાય તેમ નથી.

 

રાજકોટમાં બપોર સુધીમાં કોરોનાના ફકત ૧૫ કેસ
રાજકોટ શહેરમાં આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં કોરોનાના ફકત ૧૫ કેસ મળ્યા છે અને આ સાથે હાલ સુધીના કુલ કેસ ૪૧,૬૮૦ થયા છે. વધુમાં મહાપાલિકાના કોવિડ બુલેટીન અનુસાર ગઇકાલે તા.૨૮ના રોજ ૨૯૪૩ નાગરિકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતાં જેમાંથી ૧૨૨ પોઝિટિવ મળ્યા હતાં. જેની સામે ૧૬૭ દર્દીઓ સાજા થતાં તેમને રજા અપાઇ હતી. આજ સુધીમાં કુલ ૪૦,૭૪૮ દર્દીઓ સાજા થતાં તેમને રજા અપાઇ છે અને રીકવરી રેઇટ ૯૭.૭૯ ટકા રહ્યો છે. આજ સુધીમાં કુલ ૧૧ લાખ ૩૫ હજાર ૬૩૮ નાગરિકોના ટેસ્ટ કરાયા છે જેમાં પોઝિટિવિટી રેઇટ ૩.૬૭ ટકા રહ્યો છે.

રાજકોટમાં કોરોના દર્દીઓ માટેના ૬૭૭૦ બેડમાંથી ૫૧૮૮ ખાલી
કોરોનાના કેસ માં અને મૃત્યુઆંક માં મોટો ઘટાડો સતત ચાલુ છે અને તેના કારણે રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના દર્દી માટેનાં ૬૭૭૦ બેડ માંથી ૫૧૮૮ બેડ આજની તારીખે ખાલી છે.
સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ વેન્ટિલેટર અને ઓક્સિજનવાળા બેડ માં પણ દર્દીઓની સંખ્યા ઓછી છે. કોરોના દર્દીઓ માટે સિવિલ હોસ્પિટલ સમરસ હોસ્ટેલ કેન્સર હોસ્પિટલ ઉપરાંત શહેરની ૪૦ જેટલી ખાનગી હોસ્પિટલોમાં બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ સંખ્યાબંધ બેડ ખાલી છે દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ ને ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યા છે અને બીજી બાજુ નવા દાખલ થતાં દર્દીઓની સંખ્યા નહિવત છે.
ગોંડલ ધોરાજી અને જસદણની હોસ્પિટલમાં તો ખાલી બેઠકની સંખ્યા ઘણી છે અને દિવસો દિવસ પરિસ્થિતિમાં સુધારો થતો હોવાથી ખાલી બેઠકની સંખ્યા માં ઉત્તરોત્તર વધારો થાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS