દેશમાં ફરી કંપનીઓમાં ભરતી બંધ થઈ: બેરોજગારીમાં વધારાની ભીતિ

  • March 24, 2021 12:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાની બીજી લહેરને પગલે માંગ અને રિકવરીમાં ફરી ઘટાડાનો ભયદેશભરમાં કોરોનાવાયરસ નો તરખાટ ફરીથી લોકોને અને તમામ સરકારો ને ચિંતામાં મૂકી ગયો છે અને બીજી બાજુ માંડ માંડ પાટા પર ચડેલી અર્થતંત્રની ગાડી સામે ફરી સ્પીડ બ્રેકર મુકાવવાની શરૂઆત થઈ ગઈ છે અને દેશભરમાં થયેલા એક સર્વેમાં કેટલીક ચિંતાજનક હકીકતો બહાર આવી છે.

 


દેશમાં કંપ્નીઓ દ્વારા ફરીવાર નવી ભરતીની પ્રક્રિયા અટકાવી દેવામાં આવી છે અને અર્થતંત્ર સામે નવેસરથી પડકારો ઊભા થશે અને લોક ડાઉન આવશે તેવા ભયથી નાની મોટી તમામ કંપ્નીના સંચાલકો પોતાની બચત કરવા માટે ભરતી ને અટકાવી રહ્યા છે.

 


અહેવાલ મુજબ કોરોનાવાયરસ ની બીજી લહેર ને પગલે દેશમાં રિકવરીની જે પ્રક્રિયા શરૂ થઇ હતી તે હવે ફરી અવરોધાઇ જવાનો ખતરો ઉભો થયો છે એ જ રીતે ડિમાન્ડમાં ઘટાડો થવાનો છે અને આ ઘટાડો શરૂ પણ થઇ ગયો છે.

 


દેશમાં નાની-મોટી તમામ કંપ્નીઓ દ્વારા નવી ભરતી અટકાવી દેવામાં આવી છે ત્યારે દેશમાં બેરોજગારીનો દર ફરી ઊંચે જશે તેવો ખતરો છે અને અર્થતંત્ર ની સામે નવેસરથી પડકારો ઊભા થવાની પુરેપુરી શક્યતા કંપનીના સંચાલકોને દેખાઈ રહી છે.

 


દેશમાં મેનપાવર ગ્રુપ દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો જેમાં એવી હકીકત બહાર આવી છે કે મુંબઈ તેમજ બેંગલુરુમાં તેમજ અન્ય મહત્વના શહેરોમાં નાની-મોટી તમામ કંપ્નીઓ દ્વારા ભરતીની પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી છે.

 


સાથોસાથ એવી હકીકત પણ બહાર આવી છે કે કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે કારખાનાઓમાં મજૂરો પૂરતા પ્રમાણમાં લાવવામાં તકલીફ પડી રહી છે અને ઉત્પાદનની પ્રક્રિયામાં પણ અવરોધ ઊભો થયો છે.

 


સર્વેમાં એમ પણ જાણવા મળ્યું છે કે કોરોનાવાયરસ મહારેલીને પગલે આવેલા લોકડાઉન બાગ પોતપોતાના ગામમાં ચાલ્યા ગયેલા મજૂરો હવે ફરી પાછા આવવા તૈયાર થતા નથી અને આગામી દિવસોમાં મજુરો ની ઉણપ ને લીધે ઉત્પાદનની પ્રક્રિયા વધુ અવરોધાય હશે તેમ માનવામાં આવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS