રાજકોટ એરપોર્ટ પર નવા 20 સુરક્ષા જવાનોની ભરતી: કાલથી નવી હવાઈ સેવા શરૂ

  • March 12, 2021 04:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ એરપોર્ટ પર સુરક્ષા જવાનોની નિમણૂકને લઈને જે પ્રશ્ન સર્જાયો હતો તેનો સુખરૂપ નિવેડો આવતા હવેથી શરૂ થનાર નવી ફ્લાઇટ ઉડાન ભરી શકશે. આવતીકાલથી સ્પાઇસ જેટ દ્વારા મુંબઈ ની નવી ફ્લાઇટ શરૂ થવાની છે.

 

 

રાજકોટ એરપોર્ટ ને ખૂબ જ ટૂંકા સમયગાળામાં અનેક ફ્લાઇટ મળી છે પરંતુ સુરક્ષા જવાનોની અછતના લીધે એજન્સીઓ દ્વારા આ મુદ્દો ઉઠાવ્યો હતો અને અંગેની રજૂઆતો ઉચ્ચ કક્ષાએ કરવામાં આવી હતી સુત્રોમાંથી મળતી વિગત મુજબ સુરક્ષા એજન્સીઓએ આ પ્રશ્ન અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ સુધી રજૂઆત કરી હતી જેના પગલે તાબડતોબ નવી નિમણૂક કરી દેવાઈ છે અને તેમનું પોસ્ટિંગ પણ ટૂંક સમયમાં થઈ જશે તેવી ખાતરી મળ્યા બાદ વિવાદિત મુદ્દો ઉકેલાઈ ગયો છે અને એરપોર્ટ ઓથોરિટીએ રાહતનો શ્વાસ લીધો છે.

 


અત્યારે સુધી રાજકોટ એરપોર્ટ પર માત્ર બેથી ત્રણ ફલાઇટનું હેન્ડલિંગ કરવામાં આવતું હતું જેના બદલે હવે રાજકોટ એરપોર્ટ પરથી એક સાથે 12 જેટલી ફલાઇટ શરૂ થવા જઈ રહી છે.

 


એરપોર્ટ પર નવી ફલાઇટ મળતા વધારાના 20 જવાનોને હવે તૈનાત કરાશે. અત્યાર સુધીમાં કુલ 121 સુરક્ષા જવાનો હતો જેમાં હવે નવી નિમણૂક ના કારણે 141 કુલ સ્ટાફ થશે. નવી હવાઈ સેવા શરૂ થવાના આરે હવે કોઈ અડચણ નહીં આવે તેમ એરપોર્ટ ડિરેક્ટર દિગંત બોરાહ એ જણાવ્યું હતું.100 મિટર રન વે લંબાની કામગીરી પુરી થઇ ગઈ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS