રાજકોટ મનપાની આ જગ્યા માટે કરાર આધારિત થશે ભરતી, જાણો કઈ રીતે કરી શકશો એપ્લાય..   

  • March 20, 2023 06:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ મહાનગરપાલિકાની આધાર નોંધણીની કામગીરી ચૂંટણી શાખા હસ્તક કરવામાં આવે છે. આધાર કેન્દ્રો ખાતે આધાર નોંધણીની કામગીરી માટે સુપરવાઈઝર અને ઓપરેટરની જગ્યા માટે 11 માસના કરાર ધોરણે (માનદ વેતનથી) તા.24-03-2023ને શુક્રવારનાં રોજ મીટિંગ હોલ, સેન્ટ્રલ ઝોન કચેરી, રાજકોટ મહાનગરપાલિકા ખાતે સવારે 10 વાગ્યે વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં  આવ્યા છે. 
​​​​​​​

રાજકોટ મહાનગરપાલિકાના આધાર કેન્દ્રો માટે કેન્દ્ર સરકારની સૂચના મુજબ નીચે મુજબની જગ્યા માટે 11 માસના કરાર ધોરણે (માનદ વેતનથી) આધાર નોંધણીની કામગીરીનો અનુભવ ધરાવનાર તથા નીચે મુજબની લાયકાત ધરાવનાર ઉમેદવારો માટે વોક-ઇન-ઈન્ટરવ્યુ તા.24-03-2023ને શુક્રવારના રોજ સવારે 10 કલાકે મીટીંગ હોલ, પ્રથમ માળ, સેન્ટ્રલ ઝોન કચેરી, ડૉ.આંબેડકર ભવન, રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટ ખાતે રાખવામાં આવ્યું છે.

આ વોક-ઇન-ઈન્ટરવ્યુમાં આવનાર ઉમેદવારોનું સવારે 9 કલાકથી બપોરે 12 કલાક સુધી રજીસ્ટ્રેશન કરવામાં આવશે. આ સમયમર્યાદા બાદ કોઈ ઉમેદવારોની અરજી ધ્યાનમાં લેવાશે નહિ.


આ શૈક્ષણિક લાયકાત, એક્ટીવ આઈ.ડી. ધરાવનાર ઉમેદવાર આપી શકશે ઇન્ટરવ્યુ


ક્રમ
જગ્યાનું નામ
સંખ્યા
શૈક્ષણિક લાયકાત
માનદવેતન

1. ઓપરેટર 9 UIDAI વિભાગની NSEIT EXAM પાસ કર્યાનું સર્ટીફીકેટ,
ધોરણ 12 પાસ અને કોમ્પ્યુટરની બેઝીક જાણકારી
રૂા.10,000
માસિક ફિક્સ

2. સુપરવાઈઝર પ્રતિક્ષા યાદી માટે
UIDAI વિભાગની NSEIT EXAM પાસ કર્યાનું સર્ટીફીકેટ, ધોરણ-12 પાસ અને કોમ્પ્યુટર ડીપ્લોમાં પરંતુ BSc(IT)/ BCA/ MCA/ MSc(IT)/ BE(IT/ Computer)ની ડીગ્રી ધરાવતા ઉમેદવારોને અગ્રતા આપવાની રહેશે.
રૂા.12,000/-
માસિક ફિક્સ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application