રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા કેસ ૧૧,૫૯૨ નોંધાયા : ૧૧૭ના મોત

  • May 10, 2021 07:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં કોરોના શાંત થયો હોય એવું લાગે છે. સરકાર દવારા જાહેર કરવામાં આવેલ માહિતી અનુસાર કોરોનાના આંકડાઓ ઓછા થઈ રહ્યાં છે. આજે રાજ્યમાં ૧૧,૫૯૨  કોરોનાના નવા કેસ નોંધાયા છે. ૧૧૭ દર્દીના મૃત્યુ થયા છે. જ્યારે  ૧૪,૯૩૧ દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યારસુધીનો મૃત્યુઆંક ૮૫૧૧ એ પહોંચ્યો છે. રાજ્યમાં કુલ ૫૪૭૯૩૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. રાજ્યમાં હાલ ૧૩૬૧૫૮ એક્ટિવ કેસ છે, જેમાંથી ૭૯૨  વેન્ટિલેટર પર અને ૧૩૫૩૬૬ દર્દીની હાલત સ્થિર છે. રાજ્યમાં સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રાજ્યનો રિકવરી રેટ ૭૯.૧૧ ટકા થયો છે. અત્યારા સુધીમાં કુલ ૧,૦૩,૯૪,૧૫૦‍વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને  ૩૩,૫૫,૧૮૫ વ્યક્તિઓને કોરોના વેક્સિનનો બીજોડોઝ આપવામાં આવ્યો છે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS