બેલગામ કોરોના, દેશમાં 24 કલાકમાં 93,249 નવા કેસ, 513 મોત

  • April 04, 2021 08:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ભારતમાં કોરોના નવા કેસના દરરોજ નવા રેકોર્ડ સર્જાઈ રહ્યા છે. દેશમાં કોરોના ચેપની ઝડપનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે હવે એક જ દિવસમાં 90 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. ફરી એકવાર મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત જોવા મળે છે. મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં કોરોનાના 49,447 નવા કેસ નોંધાયા છે. 

 

 

આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 93,249 નવા કેસ નોંધાયા છે, જ્યારે 513 લોકોનાં મોત નીપજ્યાં છે. નવા કેસો આવ્યા બાદ દેશમાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા 1 કરોડ 24 લાખ 85 હજાર 509 થઈ ગઈ છે.

 

 

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 1 કરોડ 16 લાખ 29 હજાર 289 લોકોની રિકવરી થઈ છે, જ્યારે હાલમાં 6 લાખ 91 હજાર 597 સક્રિય કેસ છે. છેલ્લા 24 કલાકમાં મૃત્યુ પછી દેશમાં મૃતકોની સંખ્યા વધીને 1 લાખ 64 હજાર 623 થઈ ગઈ છે.  

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021