ભારતમાં કોરોનાથી હાહાકાર, 24 કલાકમાં નોંધાયા 3.32 લાખ કેસ, 2556 દર્દીના મોત

  • April 23, 2021 06:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 


કોરોના વાયરસના કારણે દેશ ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. કોરોના વાયરસના નવા કેસ દરરોજ રેકોર્ડ તોડી રહ્યા છે. હવે રોજ નોંધાતા નવા દર્દીઓના મામલે ભારતે અમેરિકાને પણ પાછળ છોડી દીધું છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3 લાખ 32 હજાર 320 કેસ નોંધાયા હતા. કોઈ પણ એક દેશમાં એક દિવસમાં આટલી મોટી સંખ્યામાં નવા દર્દીઓ નોંધાયા નથી.

 


આ પહેલા ગુરુવારે દેશમાં 3 લાખ 15 હજાર 552 નવા કેસ નોંધાયા હતા. મૃત્યુઆંકના કિસ્સામાં પણ છેલ્લા બે દિવસથી ભયજનક આંકડા બહાર આવી રહ્યા છે. ગુરુવારે દેશમાં 2,556 લોકોનાં મોત થયાં. દુનિયામાં બ્રાઝિલ પછી ભારત વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જ્યાં એક દિવસમાં આટલા દર્દીના મૃત્યુ થયા હોય.

 

 

હવે આખા દેશમાં 24.22 લાખ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જો કે 1.92 લાખ લોકો સ્વસ્થ પણ થયા છે. કોરોનાથી અત્યાર સુધીમાં દેશના 1.59 કરોડ લોકો સંક્રમિત થયા છે જ્યારે 1.34 કરોડ લોકો આ વાયરસને હરાવી સ્વસ્થ થયા છે. આ વાયરસના કારણે અત્યાર સુધીમાં 1.84 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

 

 

છેલ્લા 24 કલાકની વાત કરીએ તો આ સમય દરમિયાન મહારાષ્ટ્રમાં સૌથી વધુ 568 લોકોનાં મોત થયાં છે. ત્યારબાદ દિલ્હીમાં 306 લોકો, છત્તીસગઢમાં 207, યુપીમાં 195, ગુજરાતમાં 137, કર્ણાટકમાં 123, પંજાબમાં 75 અને મધ્યપ્રદેશમાં 75 લોકો મૃત્યુ પામ્યા હતા. આઠ રાજ્યોમાં કુલ 1686 મૃત્યુ થયા છે, જે 24 કલાકમાં થયેલા કુલ મૃત્યુના 74.76 ટકા છે.
 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS