ઇમ્યુનિટી બુસ્ટર વેજીટેબલ જ્યુસ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 


શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવી એ આપણી પ્રાથમિક ફરજ છે. હાલની કોરોનાની મહામારીની વચ્ચે "પહેલું સુખ તે જાતે નર્યા" સૂત્ર જીવનમાં અપનાવી અને પરિવારને રોગ મુક્ત રાખવો એ પડકારજન્ય જરૂર છે પરંતુ અશક્ય નથી. અહીં એક એવા વેજિટેબલ જૂસ ની રેસીપી વિશે આપણે જાણીએ કે જેના નિયમિત સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધશે અને વાઈરસ થી દુરી બનાવવી સરળ રહેશે. 

 

સામગ્રી

 

2 નંગ ટામેટા 

 

1 નંગ ગાજર

 

100 ગ્રામ દુધી

 

1 નંગ બીટ

 

1 નંગ મોટી ચમચી લીંબુનો રસ

 

4-5 ફૂદીનાના પાન

 

મીઠું અને ચાટ મસાલો સ્વાદ અનુસાર

 

બનાવવાની રીત

 

સૌ પ્રથમ બધા શાકભાજીને સ્વચ્છ પાણીમાં સારી રીતે ધોઈ લો હવે તેના નાના નાના ટુકડા કરી લો આ બધા શાકભાજી તેમજ ફુદીનાને જ્યુસર અથવા મિક્ષ્ચરના જારમાં લઈ અને ક્રશ કરી લો. આ જ્યુસ થોડીવાર માટે ફ્રિઝમાં મૂકી અને ઠંડુ થવા દો તૈયાર છે તમારું જ છે તમે પીઓ અને પરિવારજનોને પીવડાવો અને રોગ મુક્ત બની રહો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS