ઘરે બનાવો દાલ ખિચડી વીથ વેજીટેબલ્સ 

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

સામગ્રી 

 

1 વાટકી મિક્સ દાળ - તુવેરદાળ ,મગ મોગર ,મગનીફોતરાંવાળી દાળ 

 

1  વાટકી બાસમતી ચોખા

 

મિક્સ વેજીટેબલ્સ -વટાણાં, ગાજર , કેપ્સિકમ, ફલાવર, તુવેરદાણાં,રીગણ, બટેટા, લીલીચોળી વગેરે 

 

1 ચમચો શીંગદાણાં

 

2 લીલાં મરચાં, બારીક સમારેલાં

 

2 આખા લાલ મરચાં સૂકાં

 

સીંગતેલ , તજ , લવિંગ , બાદિયાન ,આખું જીરું,  મીઠો લીમડો , સમારેલી કોથમીર, હળદર , મીઠું, હિંગ, ગરમ મસાલો જરૂરિયાત પ્રમાણે

 

રીત 

 

દાળ ચોખાને બરાબર ધોઇને ૩૦ મિનિટ પલાળવા દેવા,શીંગદાણાંને પણ સાથે જ પલાળવાં.


કૂકરમાં તેલ મુકીને ગરમ થાય ત્યારે આખાં મસાલાં નાંખીને હિંગ નાંખીને પાણી નિતારેલ દાળ ચોખા ઉમેરવાં.

 

તેમાં મીઠું અને હળદર નાંખીને 3 - 4 મિનિટ સાંતળવું.

 

લીલી તુવેરના દાણાં પણ ઉમેરી દેવા.ત્યાર બાદ જરુર પૂરતું પાણી નાંખીને ધીમા તાપે રાખીને ૧ વ્હિસલ થવા દેવી.

 

આ ખિચડીમાં દાણો સહેજ દેખાય એવી જ રાખવાની છે.,ગળી જશે તો મજા નહિં આવે.

 

એક કડાઇમાં ફરી તેલ લઇને મરચાં, લીમડો નાંખીને ફલાવર, વટાણાં અને ગાજર ઉમેરીને ૫ મિનિટ વરાળે પાણી મુકીને સાંતળવું.

 

 નરમ થવા લાગે કે તરત જ હળદર , મસાલો નાંખીને મિક્સ કરી લેવું. 

 

હવે તરત જ આ મિકસ શાકને ખીચડીમાં ઉમેરી દેવું.

 

જો હજી ઢીલી ખીચડી ગમતી હોય તો 1 ગ્લાસ જેટલું પાણી ગરમ કરીને જ ઉમેરવું.

 

બધું એકરસ થાય પછી ફરી ખીચડી ઉપર એક વધાર ફરી કરો.જેનાથી દેખાવ સરસ લાગશે.

 

ગરમાગરમ ખીચડી સાથે જરુર પડશે માત્ર ખાટાં અથાણાંનો મસાલો તેમજ દહીંની.

 

અથાણાંનો મસાલો દહીંમાં ન નાખવો હોય તો પણ ચાલે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS