ટેસ્ટી એન્ડ ક્રિસ્પી વેજ મોમોસ જાતે કઈ રીતે બનાવશો

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

સામગ્રી

 

1 કપ મેંદાનો લોટ

 

1/2 ચમચી મીઠું

 

1/2ચમચી તેલ

 

2 ચમચી તેલ/બટર

 

1 ચમચી બારીક સમારેલ લસણ

 

1 ચમચી બારીક સમારેલ આદું

 

1 નાની ડુંગળી ઝીણી સમારેલી

 

1/4 કપ ગાજર ઝીણું સમારેલું

 

1/2કપ કોબીજ ઝીણી સમારેલી

 

1 ચમચી મરી પાવડર

 

મીઠું સ્વાદ અનુસાર

 

તેલ ગ્રીસ કરવા માટે

 

રીત

 

1.સૌપ્રથમ મેંદા નો લોટ લઈ લો.તેમા તેલ અને મીઠું નાખીને સારી રીતે મિક્સ કરી લો.

 

2. હવે તેમાં ધીમે ધીમે પાણી નાખતા જઈ ટાઇટ લોટ બાંધી લો.

 

3. ત્યારબાદ તેને કોટન કપડાં થી ઢાંકી ૧/૨ કલાક સુધી રહેવા દો.

 

4.હવે એક પેનમાં બટર નાંખી તેમાં લસણ અને આદુ નાખી સાંતળી લો.

 

5.ત્યારબાદ તેમાં ડુંગળી ઉમેરીને 2 મિનિટ સુધી થવા દો.હવે તેમાં ગાજર અને કોબીજ નાખી દો

 

6.બધા શાકભાજી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.

 

7.ત્યારબાદ તેમાં મીઠું અને મરી પાવડર ઉમેરો.હવે 3-4મિનિટ સુધી થવા દો.

 

8. હવે ગેસ બંધ કરી દો.સ્ટફિંગ માટેનું મિશ્રણ તૈયાર છે.

 

9.હવે બાંધેલા લોટમાંથી લુઆ કરી લો.ત્યારબાદ તેમાંથી નાની પૂરી વણી લો.

 

10.હવે આ પુરીમાં 1 ચમચી સ્ટફિંગ મુકી કિનારી થી પેક કરી લો.કોઈ પણ સેપ આપી શકાય.

 


11.હવે એક વાસણમાં પાણી ગરમ કરવા મૂકો. એક ચારણીમાં નીચે તેલથી ગ્રીસ કરી તેના પર બનાવેલા મોમોસ મૂકી તેના પર તેલ ગ્રીસ કરી દો.

 

12. હવે 8-10 મિનિટ સુધી થવા દો. ગરમા ગરમ મોમોસ તૈયાર છે, ચટણી સાથે સર્વ કરો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS