ગોળ કેરીનું અથાણું બનાવવાની સરળ પદ્ધતિ

 • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ગોળ કેરીનું અથાણું બનાવવાની સામગ્રી

 

બે નંગ કાચી કેરી

1/2 ચમચી હળદર

મીઠું સ્વાદ અનુસાર

30 ગ્રામ રાયના કુરિયા

20 ગ્રામ મેથીના દાણા

1 મોટી ચમચી હિંગ

1/2 ચમચી હળદર પાઉડર

બે મોટી ચમચી તેલ

10-12 કાળા મરી

2 સૂકા લાલ મરચાં

2 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું

2 મોટી ચમચી તીખું લાલ મરચું

80 ગ્રામ સૂકા ધાણા

એક કિલો ગોળ

બનાવવાની સરળ રીત 

 

 • ગોળ કેરીનું અથાણું બનાવવા માટે સૌપ્રથમ કેરીને ધોઈ લો.
 • ત્યારબાદ તેની છાલ કાઢી મીડિયમ સાઇઝના ટુકડા કરી લો.
 • આ કેરીના ટુકડાને એક બાઉલમાં લઈ તેમાં સ્વાદાનુસાર મીઠું અને હળદર ઉમેરી મિક્સ કરી લો.
 • મિક્સ થઇ જાય પછી બાઉલને ઢાંકીને મુકી દો અને ચાર-પાંચ કલાક બાદ કરી ને હલાવી લો.
 • ત્યારબાદ ફરીથી ઢાંકીને મુકી દો તેના 12 કલાક બાદ તેને ચમચાથી હલાવી લો.
 • હવે આ કેરીના ટુકડાને નિતારીને એક કોટનના કપડામાં પાથરી દો અને 24 કલાક સુધી સૂકાવા દો.
 • એક બાઉલ લો તેમાં રાઈ ના કુરિયા મેથીદાણા હિંગ હળદર લાલ મરચાંનો ઉમેરો.
 • હવે એક પેનમાં તેલ લઈ તેને ગરમ કરવા માટે મૂકો.
 • તેલ ગરમ થઈ જાય એટલે બાઉલમાં રહેલા મિશ્રણમાં ઉપર ડીશ ઢાંકી દો. જેથી તેના વઘારની સ્મેલ જતી ના રહે.
 •  પાંચ મિનિટ બાદ આ મિશ્રણને બરાબર મિક્સ કરી લો અને આ મિશ્રણને હવે રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દો.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS