એગલેસ રવાની કેક...કુકરમાં બનાવો

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

શું તમને ધરે કેક બનાવવાનું મન થાય છે? પરંતુ ઘરે ઓવન ન હોવાના કારણે તમે મૂંઝવણ અનુભવી રહ્યા છો. તો હવે ચિંતામુક્ત થઈ જાવ. કૂકરમાં પણ બેકરી જેવી કેક બનાવી શકો છો. તો ચાલો જાણીએ કઈ રીતે.


સામગ્રી

 

1 કપ દહીં

 

1 1/2 કપ ખાંડ પાવડર

 

1/2 કપ તેલ

 

2 કપ રવો

 

1 કપ દૂધ

 

1 ટી સ્પૂન વેનીલા એસન્સ

 

1 ચમચી મેંદો

 

3 ચમચી ટુટી ફૂટી

 

1 ટી સ્પૂન બેકિંગ પાવડર

 

1/4 ચમચી બેકિંગ સોડા


બનાવવાની રીત

 

1. એક બાઉલમાં તાજું દહીં અને ખાંડ પાવડર લઈને ચમચીની મદદથી ફેટી લો. ખાંડ પાવડરની ગાંઠ ન રહી જાય તે જોવું. આ પછી તેમાં તેલ ઉમેરીને ફરીથી ફેટીલો. તેલ તેમજ દહીં એક બીજામાં સરસ રીતે ભળી જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવું.


2. આ મિશ્રણમાં રવો અને ત્રણ ચમચી દૂધ ઉમેરીને મિક્સ કરીલો. આ મિશ્રણને 20 થી 30 મિનિટ માટે રેસ્ટ આપો. જેથી સોજી ફૂલી જાય. સોજી સરસ ફૂલી જાય બાદ તેમાં વેનીલા એસન્સ, બેકિંગ પાવડર અને બેકિંગ સોડા પણ ઉમેરીને મિક્સ કરી લો. ત્યારબાદ બાકીનું દૂધ પણ તેમાં ઉમેરી દો.


3. ટુટીફુટીને એક પ્લેટમાં લો અને  મેંદાથી કોટ કરીલો. આમ કરવાથી જ્યારે તેને કેકના બટરમાં નાખશો ત્યારે નીચે જઈને એકબીજા સાથે ચોંટી નહીં જાય. મેંદાથી કોટ કરેલી ટુટીફુટીને કેકના બટરમાં એડ કરી દો.


4. એક કૂકર લો, તેના ઢાંકણમાંથી રીંગ અને વિસલ કાઢી લો. કુકર મા રેતી કે મીઠું  ભરીને ઢાંકણ ઢાંકી તેને આઠથી દસ મિનિટ ફ્રી હીટ કરવા માટે મૂકી દો. હવે જે શેપની કેક બનાવવા માંગો છો તેનું મોલ્ડ લો. અને તેમાં તેલથી ગ્રીસ કરી લો. તેમાં કેકનું બેટર પાથરી લો, તેને કુકરમાં સ્ટેન્ડ પર મૂકી 40 મિનિટ બેક થવા દો. 40 મિનીટ બાદ કેક પરફેક્ટ થઇ જશે. તો તૈયાર છે તમારો સોજી કેક.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS