લોકડાઉનમાં ઘરે રહો અને બનાવો ચટપટા શીંગ ભુજીયા

  • March 27, 2020 07:26 PM 831 views

 

હાલ સમગ્ર દેશમાં લોકડાઉન છે. તેવામાં ઘરના સભ્યોને વારંવાર કંઈક ખાવાની ઈચ્છા થાય તે પણ સ્વાભાવિક છે. જો કે બહારનો તૈયાર નાસ્તો હાલના સમયમાં સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. એટલા માટે આજે અહીં તમારા માટે શીંગ ભુજીયાની રેસિપી રજૂ કરી છે. હવે લોકડાઉનના સમયમાં ઘરના સભ્યોને આ રીતે શીંગ ભુજીયા ખવડાવી શકો છો. 

 

સામગ્રી:

શીંગદાણા- અડધો કપ
ચણાનો લોટ- અડધો કપ 
લાલ મરચુ- 1 ચમચી
મરી પાવડર- દોઢ ચમચી
પાણી જરૂર જણાય એટલું
નમક- સ્વાદાનુસાર
તેલ તળવા માટે

 
રીત

શીંગદાણા સિવાયની બધી સામગ્રીને એક બાઉલમાં મીક્સ કરી લો. હવે આ મિશ્રણમાં શીંગદાણા ઉમેરો અને તેમાં થોડુ પાણી ઉમેરો જેથી શીંગદાણા પર ચણાનો મસાલો બરાબર રીતે કોટ થઈ જાય. પાણી વધારે ન થઈ જાય તે ખાસ ધ્યાન રાખો. હવે આ શીંગદાણાને પાંચ મિનિટ સાઈડમાં રાખી દો. 5 મિનિટ પછી ગરમ તેલમાં ધીમા તાપે આ મસાલા શીંગ તળી લો. શીંગ ભુજીયા ઠંડા થાય એટલે તેને ડબ્બામાં સ્ટોર કરી લો. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application