સાબૂદાણાં વડા  ઘરે આ રીતે બનાવો

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

સામગ્રી 

 

2 કપ સાબૂદાણાં 

 

7 થી 8 નંગ બટેટા બાફેલા

 

લીલા મરચાં સ્વાદ અનુસાર 

 

મીઠુ સ્વાદ પ્રમાણે 

 

મરી પાવડર 1 ચમચી 

 

કોથમીર 1કપ 

 

તપખીર 1 કપ


તેલ


રીત

 

સાબૂદાણાં 5 ક્લાક પલાળી રાખો,½ કપ અથવા તો સાબૂદાણા ડુબે તેટલુજ પાણી નાખવું.

 

5 ક્લાક પછીસાબુદાણા એકદમ કોરા થય ગયા હસે. અને ફુલીને ડબલ થઈ જસે.તેથી માપીને 2 કપ સાબુદાણા લેવા.

 

7 થી 8 નાના બટેટા બાફી લેવા.અને 2 કલાક સુધી રહેવા  દેવા પછી ઉપયોગમાં લેવા.

 

એક મોટા વાસણ મા 2 કપ સાબુદાણા નાખી..બટેટા ખમણી લેવા.અને બધા મસાલા ઉમેરી બધુ મિક્સ કરી લેવુ.

 

લોટ બંધાય જસે અને પછી નાની ટીકી વાળી એક પેનમા ઓછુ તેલ મુકી ટીકીની જેમ પલટાવીને બંને બાજુ થી તળી લેવી.

 

ગેસ મધ્યમ થી ધીમે તાપે કડક થાય અથવા તો આછો કોફી રંગ થાય ત્યાં સુધી તળવા.


વડા ને દહી અથવા તો ચટણી સાથે પીરસવા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS