ઘરે બનાવો પૌવાની ચટપટી ચકરી

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

આ રેસિપી જાણ્યા પછી તમે પણ જાતે જ એકદમ ટેસ્ટ અને ક્રિસ્પી પૌહાની ચકરી ઘરે બનાવી શકશો. આ ચકરી બનાવવી રીત ઘણી સરળ છે. તો ચાલો આજે જોઈએ કે નાયલોન પૌવા માંથી ચકરી કેવી રીતે બનાવવી. આમતો આપડે સાબુદાણા ચકરી તો બનાવીએ જ છીએ, આ ચકરી પણ તમે સાબુદાણા ચકરીની જેમ સ્ટોર  કરી શકો છો.

 

સામગ્રી


1 મોટો બોઉલ નાયલોન પૌવા

 

1 ચમચી આદુ -મરચાની પેસ્ટ

 

સ્વાદ મુજબ મીઠું

 

1/2 ચમચી ધાણા જીરૂ પાવડર

 

1/2 ચમચી હળદર

 

1/2 ચમચી મરચું પાવડર

 

1/2 ચમચી તલ

 

તળવા માટે તેલ

 

ચકરી પાડવા સંચો

 

ચપટી હિંગ

 

સુકાવવા માટે પ્લાસ્ટિક

 

વિધિ

 

સૌ પ્રથમ પૌવાને જરા ધોઈને એક બોઉલમાં લઇ લેવા.

 

 તેમાં આદુ - મરચાની પેસ્ટ ,હળદર ,મરચું પાવડર ,તલ અને મીઠું નાખી ચકરી માટે લોટ તૈયાર કરી લેવો.

 

 તેલનું મોંણ નથી નાખ્યું  છતાં પણ સરસ થશે,તમને લાગેતો ઉમેરવું.

 


ચકરીના સંચામાં લોટ ઉમેરી એક પ્લાસ્ટિક ઉપર ચકરીનો શેઇપ આપી બધી ચકરી પાડી લેવી .

 

તેને તડકા માં 7-8 કલાક સુકાવવા દેવી.

 

આ ચકરી બરાબર સુકાય જાય પછી તમે એને ડબ્બામાં સાબુદાણની ચકરીની જેમ સ્ટોર કરી શકો છો.

 

જયારે ખાવી હોય ત્યારે તળી ને બાળકો ને આપી શકો છો.

 

એક કડાઈમાં તેલ મૂકી ગરમ થઈ જાય એટલે ધીમા આંચ પર તળી લેવી. 

 

ઉપરથી ચાટ મસાલો ભભરાવી સર્વ કરવી, અને ચા સાથે મજા માણી શકો છો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS