ઉનાળાની ગરમીમાં રોગ પ્રતિકારક શક્તિ વધારશે પીચ ગ્રીન ટી મોક્ટેલ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ઉનાળાના દિવસોમાં શરીરમાં પૂરતા પ્રમાણમાં ન્યુટ્રિશન્સની જાળવણી કરવી ખૂબ જ જરૂરી હોય છે, આ માટે આપણે હંમેશા પાણી વધારે પીવાનું રાખતા હોઈએ છીએ. આ ઉપરાંત આપણે એવા ફળ અને જ્યૂસ પણ પીતા હોઈએ છે કે જે ગરમીમાં ઈંફેક્શનથી બચાવે છે. એવામાં જ્યારે કંઈક અલગ રેસીપીનો ઉપયોગ કરવાનું મન થાય તો તમે  મોકટેલ્સ બનાવી શકો છો. જે તમને તાજગી આપવાની સાથે સાથે તમારી ઇમ્યુનીટી પણ વધારે છે,  તો ચાલો જાણીએ નીચે ગ્રીન ટી મોકટેલ્સની રેસીપી...

 

સામગ્રી


થોડા તાજા જરદાલુ


બે ગ્રીન ટી બેગ ( કોઈ પણ ફ્લેવર)


થોડો બરફ


ખાંડનું સીરપ કે મધ


બનાવવાની પદ્ધતિ


જરદાલુને થોડા ક્રશ કરી લો.


ત્યાર બાદ ઠંડા પાણીમાં બે ટીપા નાખી અને બે મિનિટ માટે રહેવા દો.


આ પાણીને જરદાલુમાં નાખો અને બ્લેન્ડ કરો.


ત્યારબાદ બાકીની સામગ્રી નાખી અને તેને સરસ રીતે મિક્સ કરો


અને ઠંડું ઠંડું સર્વ કરો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS