ભાવનગરના પ્રસિદ્ધ પાઉં ગાંઠિયા ઘરે કઈ રીતે બનાવશો, જાણો રેસીપી

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

 

સામગ્રી

 

પાઉં 1 પેકેટ

 

ચણાનો લોટ 250 ગ્રામ

 

ડુંગળી 2 ઝીણી ખમણેલી


લીંબુનો રસ 3 ચમચી


મીઠું ,હળદર, હીંગ, લાલ મરચું સ્વાદ મુજબ

 

પધ્ધતિ

 

1.નાના સ્પેશ્યલ પાઉં મળે છે જે પાઉં રગડામાં અને પાઉં ગાંઠિયામાં વપરાય છે. એ લાવવા, એ ન મળે તો મોટા પાઉં પણ ચાલે.

 

2.ચણાના લોટમાં મીઠું, હળદર, ચપટી હિંગ અને લાલ મરચું નાખીને લોટ બાંધી ને જાડા કડકડીયા ગાંઠિયા બનાવવા.

 

ચટણી માટે 2 મોટી ડુંગળીને ખમણી લેવી,

 

3 ગ્લાસ પાણી માં 2 ટેબલસ્પૂન લીંબુ નો રસ નાખવો, ખમણેલી ડુંગળી, લાલ મરચું, જરાક હળદર અને મીઠું સ્વાદ પ્રમાણે નાખી મિક્સ કરી લેવું.

 

4. એક પ્લેટમાં નીચે પાઉંના કટકા મુકવા, ઉપર તીખા ગાંઠિયા ફેલાવીને મુકવા, અને ઉપર ઘણી બધી ચટણી રેડીને પીરસવું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS