પનીર ભુરજી ઘરે કઈ રીતે બનાવશો, પનીર ઘરે બનાવવા આટલું કરો

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

આજે પનીર ભુરજીની સાથે સાથે ઘરે પનીર બનાવાની પણ રીત આપેલી છે.ઘરનું પનીર બહાર કરતા પણ સારું અને સોફ્ટ બને છે.

 

સામગ્રી

 

200 ગ્રામ પનીર


2 મીડીયમ સાઈઝની ચોપ કરેલી ડુંગળી


3 મોટા ટામેટાં ઝીણાં સમારેલા


1 મોટું કેપ્સિકમ ચોપ કરેલું


1 લાલ કેપ્સીકમ ચોપ કરેલું


 (ઓપ્શનલ છે )
2 ઝીણાં સમારેલા લીલા મરચાં


12 થી 15 લસણ ની કળિયો ઝીણી સમારેલી


1 ઇંચ આદુ નો ટુકડો 


3 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું


1  ટી સ્પૂન  હળદર


1 ટી સ્પૂન પંજાબી ગરમ મસાલો


2 ટી સ્પૂન ધાણાજીરું પાવડર


1 તમાલ પત્ર,દગડ ફૂલ,2 લવિંગ ,ચપટી હિંગ


બટર 2 ચમચી


ઘી અને તેલ 3 ચમચી


ફ્રેશ મલાઈ કે ક્રિમ 2 ચમચી


મીઠું સ્વાદ અનુસાર 

 

પદ્ધતિ

 

સૌ પ્રથમ એક કઢાઈ માં 3 ચમચી ઘી અને 3 ચમચી તેલ મૂકી ગરમ કરો.

 

તેલ ગરમ થાય એટલે તેમાં જીરું ,તમાલપત્ર,લવિંગ,દગાડફુલ,ચપટી હિંગ નાખી વધાર કરો..

 

તેમાં લીલું મરચું,આદુ ને લસણ નાખી તતડાવો.ત્યારબાદ તેમાં ચોપ કરેલી ડુંગળી નાખી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી ચડવા દો

 

ડુંગળી ચઢી જાય એટલે તેમાં ચોપ કરેલા ટામેટા ઉમેરો.તેલ છૂટું પડે ત્યાં સુધી તેને ચઢવા દો.

 

હવે તેમાં લાલ ને લીલા કેપ્સિકમ ઉમેરો ને તેને પણ બે મિનિટ ચઢવા દો. ત્યારબાદ તેમાં મીઠું,લાલ મરચું,ગરમ મસાલો,હળદર,ધાણા જીરું નાખી સારી રીતે હલાવી દો..

તેલ છૂટું પડે એટલે તેમાં પનીર ને હાથ થી ભૂકો કરી સારી રીતે હલાવી દો.

 

 ગેસ બંધ કરી તેમાં બટર અને ક્રીમ નાખી સારી રીતે હલાવી કોથમીર નાખી પીરસો.

 

પનીર બનાવાની રીત

 

એક લિટર ફુલ  ફેટ દૂધ ને એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરો.

 

ત્યારબાદ તેમાં એક લીંબુ ના રસમાં 4 ચમચી જેટલું પાણી લઈ દૂધ ફાટે ત્યાં સુધી તેને ધીરે ધીરે ઉમેરતા જાઓ

 

.દૂધ ફાટે એટલે તેમાં 2 ગ્લાસ જેટલું ઠંડુ પાણી નાખી પનીર ને ચારણી થી ચાળી લો...ઠંડુ પાણી ઉમેરવાથી પનીર સોફ્ટ રહેશે.

 

લીંબુ ના હોય તો વિનેગર પણ પાણી ઉમેરીને જ નાખવો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS