દુધી ના મુઠીયા

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

સામગ્રી

 

૧ બાઉલ ઢોકળાનો લોટ


250 ગ્રામ દુધી


8 નંગ મરચા


અડધી વાડકી સમારેલી કોથમીર


2 ચમચી લાલ મરચું 


અડધી ચમચી હળદર


1 ચમચી ધાણાજીરૂ


4 ચમચી દહી


14 ચમચી ખાંડ


સ્વાદ અનુસાર મીઠું‌


ચપટી ખાવાનો સોડા


1 ચમચી તલ


1 ચમચી રાય


તેલ


પાણી

 

રીત

 

એક બાઉલમાં છીણેલી દૂધી લો તેમાં લાલ મરચું સમારેલી કોથમીર, બે સમારેલા લીલા મરચાં, હળદર, ધાણાજીરુ, દહી, ખાંડ, ૩ ચમચી તેલ, ચપટી ખાવાનો સોડા, સ્વાદ અનુસાર  મીઠું બધી સામગ્રી ઉમેરીને મિક્સ કરવી.

 

પછી તેમાં ઢોકળાનો લોટ ઉમેરવો તેમાં પાણી ઉમેરીને ઢીલુ બેટર બનાવું. પછી બેટરને થાળીમાં તેલ લગાવીને પાથરી દેવું અને steam કૂકરમાં ૧૫ મિનિટ માટે મૂકી દેવું. 15 મિનિટ બાદ તેને થોડીવાર ઠંડુ પાડવું અને પછી તેના ચોરસ પીસ કરવા. 


પછી એક કઢાઈમાં તેલ લો તેમાં રઈ લીલા મરચાં લીમડાના પાન તલ અને હિંગ નાખીને વઘાર તૈયાર કરવો. અને તૈયાર થયેલા મુઠીયા ની ઉપર વઘાર રેડી દેવો. આપણા દુધી ના મુઠીયા તૈયાર છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS