લીલી મગદાળના ઢોકળાં ઘરે આ રીતે બનાવો

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 ચોમાસાની ઋતુમાં ગ્રરમ ગરમ ઢોકળા ખાવાની મજા અલગ હોય છે. ત્યારે આ વખતે લીલા ઢોકળા બનાવીશું.ચાલો જાણીએ મગની દાળનાલીલા ઢોકળા બનાવવાની રેસીપી.


 
સામગ્રી

 


લીલી ફોતરા વાળી મગદાળ 250 ગ્રામ

 

આદુમરચા વાંટેલા 2 મરચા અને 1 આદુ

 

મીઠુ સ્વાદ પ્રમાણે 

 

ઈનો નાની પડીકી 

 


રીત

 


 મગદાળ રાત્રે પલાળી સવારે મીકસીમા ચર્ન કરી વાટેલું આદુ મરચા, મીઠું ઉમેરી ઈનો અને લીંબુ રસ ઉમેરી દો.

 

ખીરાને પીસીને ત્રણ કે ચાર કલાક ર્હેવાદેવું અથવા તરત પણ ઉપયોગમાં લી શકાય છે.

 

સમરસ કરી ઢોકળાં ઉતારવાની ડીશનો તેલથી ગ્રીસ કરી દો.

 

થાળીમાં  પાથરી ગેસ પર ઢોકળીયામાં ડીશ મૂકી ચડવા દેવું.

 

સમય સર ઉતારી,કાપા પાડી કાચા તેલ સાથે ,અગર રાઈજીરાનો વઘાર કરી સર્વ કરો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS