કેરીનો મીઠો છૂંદો કઈ રીતે બનાવશો

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેરીનો છૂંદો બનાવવા માટેની સામગ્રી

 

બે કપ છોલેલી અને ખમણેલી કાચી કેરી

 

1 3/4 કપ ખાંડ

 

1/4 ટેબલસ્પૂન હળદર પાવડર

 

1 ટેબલસ્પૂન નમક

 

1 ટેબલસ્પૂન મરચું પાવડર

 

1 ટેબલ સ્પૂન જીરૂં પાવડર


બનાવવાની રીત

1. કેરીનો મીઠો છુંદો બનાવવા માટે એક નોનસ્ટિક પેનમાં ખમણેલી કેરી ખાંડ હળદર પાઉડર અને નમક નાંખો તેને સરસ રીતે મિક્સ કરો પછી ધીમા તાપ પર બે મિનિટ સુધી રહેવા દો અને પૂરી રીતે ખાંડ ઓગળી ન જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહો.

 

2. એક વખત મિશ્રણમાં જ્યારે પરપોટા દેખાય ત્યારે તેને સરસ રીતે મિક્સ કરો પછી સતત હલાવતા રહો અને ધીમા તાપ પર 6 મિનિટ સુધી એક તારી ચાસણી બન્યા સુધી પકાવો.

 

3. ગેસને બંધ કરો અને એક ઊંડા વાસણમાં આ બધું મિશ્રણ નાખો અને તેને ઠંડુ થવા દો.

 

4. ઠંડુ થયા બાદ તેમાં મરચું પાવડર અને જીરૂ પાઉડર નાંખી અને પછી સરસ રીતે હલાવો.

 

5. કેરી નો મીઠો છૂંદો તુરતમાં પીરસો અને એક એરટાઈટ કન્ટેનરમાં તેને ભરી અને ઠંડી જગ્યા પર સ્ટોર કરવા માટે રાખી શકો છો તેમજ એક વર્ષ સુધી તે તાજું રહે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS