ઘરે બનાવો રાયતા કેરીનું તીખું અને ચટપટું અથાણું

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 


ગરમીના દિવસોમાં લોકોને ભૂખ ન લાગવાની સમસ્યા ખૂબ રહે છે. આવામાં જો રૂટીનનુ ભોજન સામે આવી જાય તો તમારી અડધી ભૂખ ભોજન જોઈને મરી જાય છે. ગુજરાતીઓમાં વિવિધ રેસીપીના અથાણા બનાવવામાં આવે છે. આ અથાણાંનો સ્વાદ ચટપટો હોય છે.ભોજન સાથે જો કંઈક ચટપટુ ખાવાનુ મળી જાય તો ભોજનનો સ્વાદ બમણો થઈ જાય છે. ગરમીના દિવસોમાં જમતી વખતે રાયતા કેરીનું જાય તો ભોજન કરવાની ખૂબ જ મજા પડી જાય છે. 
 


સામગ્રી 

 

4 કિલો કેરીના કાપેલા અને સુકવેલા ટુકડા

 

1 લીટર તેલ

 

100 ગ્રામ હળદર પાવડર

 

100 ગ્રામ લાલ મરચુ

 

500 ગ્રામ રાઈ દાણા

 

100 ગ્રામ વરિયાળી

 

 50 ગ્રામ મેથી દાણા

 

 5 ગ્રામ હિંગનો પાવડર


 
બનાવવાની રીત 

 

 રાઈ, મેથી, વરિયાળીને જુદી જુદી કરીને ધીમા તાપ પર સેકી લો. સેક્યા પછી ત્રણેયને વાટી લો.

 

 બધી સામગ્રીને તેલ નાખીને સારી રીતે મિક્સ કરી લો.  

 

હવે આ મિશ્રણમાં કેરીના સુકવેલા ટુકડાને એક સાથે નાખીને સારી રીતે મિક્સ કરી લો. મિક્સ કર્યા પછી બરણીમાં ભરી લો. 

 

તમારુ સ્વાદિષ્ટ કેરીની અથાણું બનીને તૈયાર છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS