ઘરે આ રીતે મેગી સ્પ્રિંગરોલ્સ  બનાવો

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

સામગ્રી

 

મેગી નૂડલ્સ 1 પેકેટ

 

મેંદો 2 કપ

 

2 ડુંગળી ઝીણી સમારેલી


1 કોબી ઝીણી સમારેલી

 

1 લીલુ મરચું ઝીણું કાપેલું

 

1 ટેબલસ્પૂન સોયાસોસ

 

નમક સ્વાદ અનુસાર

 

લાલ મરચું સ્વાદ અનુસાર

 

તેલ 2 કપ

 

પાણી 1કપ


વિધિ

 

એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળી, કોબીજ, લીલું મરચું થોડું બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરો.

 

હવે તેમાં મેગી નૂડલ્સને મેગીનો મસાલો તથા એક કપ પાણી નાંખી અને ચડવા દો.

 

મેગી થોડી ચડી જાય પછી તેમાં લાલ મરચું ટોમેટો સોસ, સોયા સોસ અને નમક નાખી અને મિક્સ કરો.

 

તમામ શાકને બે-ત્રણ મિનીટ સુધી પકાવો.

 

એક બાઉલમાં મેંદો અને નમક નાખી લોટ બાંધી તેને દસ મિનિટ સુધી અલગ રહેવા દો.

 

થોડા સમય બાદ મેંદામાંથી નાના નાના લુઆ બનાવી અને તેની પાતળી રોટલી વણી લો.

 

આ રોટલીમાં 1 ટેબલસ્પૂન મેગીનું સ્ટફિંગ નાખી અને રોટલીનો રોલ બનાવો.

 

રોટલીનો રોલ ખુલી  ન શકે તે માટે બે ટેબલ-સ્પૂન પાણીમાં 1 ટેબલસ્પૂન મેંદો નાખી તેનો લેપ બનાવો.

 

અને તે લેપને રોલ તૈયાર થયા બાદ ઉપર ચોપડો અને તૈયાર રોલને ઢાંકી દો.

 

એક કડાઈમાં તેલ લઈ તેને ગરમ કરો અને તેમાં રોલ નાખી હલકા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લો.

 

રોલ પર લાગેલુ વધારાનું તેલ કિચન પેપરની મદદથી કાઢી લો.

 

હવે તેના નાના ટુકડા બનાવી અને કાપી લો.

 

તમારા સ્પ્રિંગરોલ બનીને તૈયાર છે, તેને ટોમેટો કેચપ સાથે ખાવાની મજા લો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS