કુંભણીયા ભજીયા

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

આમ તો ભજીયા એ આપણા સૌ કોઈના ફેવરીટ માંથી એક છે.ચોમાસાની ઋતુ માં ભજીયા ખાવ્નનો આનંદ કિક ઓર હોય છે. એમાં પણ કઈક અલગ અલગ રીતે ટ્રાય કરવામાં આવે તો તેની મજા કઈક અલગ જ થઈ જાય છે માટે આપણે મેથીના ગોટા એ તો ઘણી વાર ખાધા હશે પણ ચાલો આજે કઈક નવું જ ટ્રાય કરીએ જેનું નામ છે કુંભણીયા ભજીયા આ ભજીયા કુંભણ ગામની એક ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. અને તેથી જ આ ભજીયાને ‘કુંભણીયા ભજીયા’ તરીકે પ્રખ્યાત થયા છે. આ ભજીયા ને 'ગોગળી ભજીયા' ના નામથી પણ ઓળખવામાં આવે છે.

 

બનાવવાની સામગ્રી

 

500 ગ્રામ ચણાનો લોટ

 

500 ગ્રામ લીલાં મરચાં સ્વાદ મુજબ તીખાં અથવા તો મીડીયમ

 

250 ગ્રામ કોથમીર ઝીણી સમારેલી

 

250 ગ્રામ લીલું લસણ ઝીણું સમારેલું

 

250ગ્રામ આદું ઝીણું સમારેલું

 

1લીંબુનો રસ

 

મીઠું સ્વાદ અનુસાર

 

બનાવવાની રીત


સૌપ્રથમ તો એક મોટો બાઉલ એ લઈ અને તેમા ઉપર તમને જણાવેલ આ બધી જ સામગ્રી એ મિક્સ કરી અને જરૂર મુજબ તમે પાણી ઉમેરી અને થોડુંક મીડીયમ કઠણ ખીરૂં તૈયાર કરો અને ત્યારબાદ તમે તેલ ને ગરમ કરવા મૂકી દો.

 

એ ધ્યાનમાં રાખો કે આ ભજીયાં એ તમારે બનાવવા માટે તેની આ ટેક્નિક એ જ સૌથી મહત્વની છે. અને તેથી જ આ તૈયાર કરેલા ખીરાંને તમે હાથમાં મૂટ્ઠી ભરી અને આંગળીઓને હથેળીમા ફેરવતા જઈ અને ગરમ તેલમાં ઝીણા પણ એકદમ જીણા નહિ બુંદી કરતા થોડા મોટા એક ડપકાં મૂકતા જાવ અને આ ભજીયાંનો સામાન્ય રીતે તમારે કોઈ જ આકાર એ નક્કી નથી હોતો.

 

 એ ધ્યાનમા રાખો કે આ ભજીયાની સાઈઝમા તમને કોઈ મોટો ફેરફાર ન પડે નહિંતર આ વધુ નાની સાઈઝના ભજીયા એ એકદમ કડક અને વધુ મોટી સાઈઝના ભજીયા એ અંદરથી કાચા જ રહેશે.

 

તળાઈ જાય એટલે તેને ગરમા ગરમ ભજીયાને એક બાજુ પસ્તીમાં કાઢી અને તેને મરચાં ડુંગળી કે પછી કઢી સાથે સર્વ કરો અને આ ભજીયા એ કુંભણ ગામની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. તેનાથી જ આ ભજીયા એ કુંભણીયા ભજીયા તરીકે પ્રખ્યાત થયા છે.


આ ભજીયા પર હીંગ-લીંબુ ભભરાવીને પણ ખાઈ શકાય અને બાળકો માટે મોરા મરચાંના બનાવી તેને ટોમેટો-સોસ સાથે પણ સર્વ કરી શકાય.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS