ઘરે વાટીદાળનું ખમણ બનાવો, આ રહી રેસીપી

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 ખમણની સામગ્રી 


250 ગ્રામ બેસન


10 ગ્રામખાંડ


10 gm લીંબુ ના ફૂલ


10 ગ્રામ નમક


10 ગ્રામ સાજીના ફૂલ


1 ગ્લાસ પાણી

 

વઘાર અને ખાંડ ના પાણી માટે


તેલ 3 મોટા ચમચા


100 ગ્રામ લીલા મરચા


2 મોટી ચમચી રાઈ


1 ગ્લાસ પાણી


50 ગ્રામ  ખાંડ

 

૨૫૦ ગ્રામ ચણાની દાળ

 

વિધી

 

1.ચણાની દળને આઠ કલાક પલાળી પીસીને ખીરું બનાવો,, ખીરું ને 10 મિનિટ સુધી એક જ દિશા માં મિક્સ કરતા જવાનું છે.

 

2. છેલ્લે જ્યારે સાજી ના ફૂલ નાખી ને ખીરું મિક્સ કરો પછી તરતજ થાલી માં પાથરી દેવું.

 

3. વરાળે બાફતી વખતે જે ઢાંકણ ઢાંકો તેની વચ્ચે સુતરાઉ કપડું રાખવું.,જેથી વરાળ નું પાણી ખમણ પર ન પડે.

 

4.  20 મિનિટ સુધી ફાસ્ટ ગૅસ પર ખમણ થવા દેવા અને વચ્ચે બિલકુલ ઢાંકણ ખોલવું નહિ.


5.થાલી બહાર કાઢ્યા પછી ખમણ ઠંડા થાય ત્યારબાદ જ કાપા કરવા.


6. વઘારમાં 2 ચમચા તેલ લેવું અને મરચા નાખી વઘાર કરી પાણી ખાંડ મિક્સ કરી ઉકાળવું...પછી ગેસ બંધ કરી 1 ચમચો કાચું તેલ રેડવું...બધું મિક્સ કરી સહેજ ઠંડુ થાય પછી ખમણ પર વઘાર કરવો.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS