મગની દાળની કચોરી ઘરે બનાવવાની રીત 

  • May 22, 2020 03:41 PM 499 views

 

લોટ બાંધવાની સામગ્રી

 

મેંદો ૨ કપ ( 250 ગ્રામ)

 

નમક અડધી ચમચી

 

તેલ 1/4 કપ (60 ગ્રામ)

 

કચોરીની ફીલિંગ માટેની સામગ્રી

 

મગની દાળ 100 ગ્રામ બે કલાક પલાળેલી

 

લીલી કોથમીર - ૨ ટેબલસ્પૂન

 

વરિયાળી પાવડર -1 ટેબલસ્પૂન

 

લાલ મરચુ 1/4 પાવડર

 

હીંગ 1 ચપટી

 

નમક સ્વાદ પ્રમાણે

 

ગરમ મસાલો 1/4 ટેબલસ્પૂન

 

જીરુ 1 ટેબલ સ્પૂન


ફીલિંગ બનાવવાની વિધિ

 

મેંદા ને એક બાઉલ માં નાખી દો હવે તેમાં નમક તેલ ભેળવી થોડા-થોડા પાણી નાખી અને લોટ બાંધી અને તૈયાર કરી લો.

લોટને ઢાંકીને પંદર-વીસ મિનિટ સુધી રાખી દો.

મસાલો બનાવવા માટે પલાળેલી મગની દાળને કરકરૂ પીસી લો.


1.એક કડાઈમાં ૩ થી ૪ ટેબલસ્પૂન તેલ ગરમ કરી અને તેમાં જીરું, લીલું મરચું, કોથમીર પાવડર, મરી પાવડર અને મસાલો નાખી અને તેને શેકી લો.

2.હવે પીસેલી દાળ, નમક ,મસાલો, આદુ પાવડર, લાલ મરચું પાવડર નાખી અને તેમાં મિક્સ કરી દો.

3.દાળને સતત હલાવતા રહો અને સરસ સુગંધ આવે ત્યાં સુધી તેને ભેરવતા રહો. કાજુ અને પલાળેલી કિસમિસનો ઉપયોગ પણ તમે કરી શકો છો.

તૈયાર દાળને હવે એક બાઉલમાં કાઢી અને ઠંડી થવા દો.

4.હવે લોટમાંથી લૂઓ તોડી અને તેને ગોળ કરી લો અને આંગળીઓની મદદથી વડે તેને મોટો વાટકા જેવો આકાર તૈયાર કરી લો.

આ રીતે ૪ થી ૫ ગોળાને વાત કાંઈ છે તૈયાર કરી દો.

5.કઢાઈમાં તેલ ગરમ થયા બાદ તેમાં કચોરી ઓ વાળી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળાવા દો.

6.તમારી ખસતા કચોરી ઓ બની અને તૈયાર છે જેને પોતાની મનપસંદ ચટણી સાથે તમે સર્વ કરી શકો છો.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application