ઘરે કઈ રીતે બનાવશો જૈન ચીઝ પોકેટ, જાણો રેસીપી

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 


લોટ બાંધવાની સામગ્રી

 

1 કપ ઘઉંનો લોટ 

 

1 કપ રવો 

 

4 ટેબલસ્પૂનચોખાનો લોટ 

 

સ્વાદ અનુસાર મીઠું

 

4 ટેબલસ્પૂન તેલ 

 

લોટ બાંધવાની રીત

 

સૌપ્રથમ બધી સામગ્રીને મિક્સ કરી અને થોડું થોડું પાણી ઉમેરી અને લોટ બાંધી દેવાનો છે.

 

લોટને થોડો ઢીલો રાખવાનો છે.રવો છે એટલે તે પાણી પી જશે. 15 મિનિટ માટે તેને રેસ્ટ માટે મૂકી દેવાનો છે.

 

હવે આપણે સ્ટફિંગ તૈયાર કરી લઈશું.

 

સ્ટફિંગની સામગ્રી

 


1/2  કપ ખમણેલું પનીર 

 

1/2 ખમણેલું ચીઝ 

 

2 ટેબલસ્પૂન ઝીણું સમારેલું કેપ્સીકમ 

 

2 ટેબલ સ્પૂન કોથમીર 

 

4 ટેબલ સ્પૂન મકાઈના દાણા

 

1 ટેબલ સ્પૂન ચીલી ફ્લેક્સ

 

1 ટેબલ સ્પૂન ઓરેગાનો

 

પોકેટ બનાવવાની રીત 

 

આ બધાને સરખી રીતે મિક્સ કરો. આપણો લોટ પણ તૈયાર થઈ ગયો છે.

 

તેને સરખી રીતે મસળી અને તેના સરખા ભાગમાં નાના લુઆ કરવાના છે. 

 


ચોરસ જેવા પોકેટ વાળવાના છે તેલ ગરમ કરી તેમાં ડીપ ફ્રાય કરવાના છે.

 

તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવાના છે,  તૈયાર છે આપણા ચીઝ પોકેટ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS