વજન ઓછું કરવું છે ? તો આ જ્યુસ ઘરે બનાવી અને પીઓ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વજન ઓછું કરવાની ઘણી બધી પદ્ધતિઓ છે ત્યારે તમારે વજન ઓછું કરવું હોય તો એવો ઉપાય જણાવવા જઇ રહ્યા છે કે જેનાથી વજન પણ ઓછુ થશે અને સ્વાસ્થ્ય પણ સારું રહેશે.અત્યારે ઉનાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે ફુદીના માંથી બનાવેલી કેટલીક ચીજવસ્તુઓ નો ઉપયોગ કરવાથી ગરમીમાંથી રાહત મળે છે. જેમકે ગરમીમાં ફુદીનાની ચટણી સેવન અને લગભગ દરેક વ્યક્તિ કરતા હોય છે. ફુદીનાનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે લાભકારક હોય છે તેની સુગંધ તમારા વ્યંજનનો સ્વાદ વધારી દે છે ફુદીનાનું સેવન વજન ઓછું કરવા માટે પણ કરવામાં આવે છે. ચાલો જાણીએ ફુદીનાના કઈ રીતે સેવન કરવાથી વજન ઓછું થાય છે.ફુદીનાનું જ્યુસ પીવાથી વજનમાં ઘટાડો થાય છે અને સેવન કરવાથી તમે તાજગીનો અનુભવ કરી શકશો.

 

ફુદીના અને તીખાંનું જ્યુસ

 

ફુદીના અને તીખા નો જ્યુસ સ્વાસ્થ્ય માટે લાભકારક હોય છે તેનું સેવન કરવાથી વજન પણ ઓછું રહે છે.

 

એક બાઉલમાં ધોયેલા ફૂદીના અને કોથમીરના પાંદડા લો.

 

ત્યારબાદ તેને મિક્સરમાં પીસી લો.

 

હવે તેને સરસ રીતે ગાળી લો.

 

આ જ્યૂસમાં તીખા નો પાવડર મિક્સ કરી લો.

 

ત્યારબાદ આ જ્યુસ માલ લીંબુનો રસ મિક્સ કરી તેનું સેવન કરો.


કાકડી અને ફુદીનાનું જ્યુસ

 

કાકડી અને ફુદીનાનો જ્યૂસ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે તેનું સેવન કરવાથી વજન ઓછું થાય છે તો ચાલો જાણીએ કે કાકડી અને ફુદીનાનો જ્યુસ કઈ રીતે બને છે.

 

એક ગ્લાસ પાણી લો અને તેમાં 3 ચમચી કાપેલી કાકડીના ટુકડા મિક્સ કરો.

 

ત્યારબાદ તેમાં એક ચમચી આદુ અને ફુદીનાનાં પાંદડાંની પેસ્ટ મિક્સ કરો.

 

પછી તેમાં સ્વાદ પ્રમાણે સંચળ મિક્સ કરો.

 

હવે આ જ્યુસને સવારે ખાલી પેટે સેવન કરો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS