પૌષ્ટિક રેસીપી પાંચ ધાનનો શાકભાજી વાળો હાંડવો.

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

હાંડવો બનાવવાની સામગ્રી 

 

દાળ 100 ગ્રામ

 

ચણા દાળ 100 ગ્રામ


અડદ દાળ 100 ગ્રામ


મગ દાળ 100 ગ્રામ



ચોખા 250 ગ્રામ 

 

શાકભાજી જરૂર મુજબ 

 

ખમણેલ ગાજર, દુધી, કોબીજ, બટેટા


સમારેલા કેપ્સિકમ, પાલક, મેથી, કોથમીર

 

વટાણા અને તુવેર દાણા (લીલા - ઓપ્શનલ)

 

આદુ, મરચાં અને લસણની પેસ્ટ.

 

મીઠું સ્વાદમુજબ

 

રીત

 

બધી દાળ અને ચોખાને અલગ અલગ આઠ કલાક પલાળીને ગ્રાઈન્ડ (કરકરૂ) કરવુ.

 

બધુ એકરસ થાય એમ મિક્સ કરી અંદર આદુ મરચાં લસણની પેસ્ટ નાખી ખમણેલ, સમારેલ શાકભાજી અને દાણા નાખી મિક્સ કરવું.

 

ફ્રાઈંગ પાનમાં તજ, લવીંગ, મીઠો લીમડો, રાય જીરું અને હીંગનો વઘાર કરી તૈયાર ખીરાને પ્રમાણમાં નાખી એક સાઈડ કડક કરી બીજી બાજુ કડક કરવું.

 

કોથમીર મરચાં ની ચટણી સાથે ગરમ હાંડવો મજા આવે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS