કઈ રીતે બનાવશો ટેસ્ટી ચોળાફળી, આ રહી રેસીપી

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 


મોટાભાગે લોકો સાંજના સમયે ચા સાથે નાસ્તો લેવાનું પસંદ કરે છે ગુજરાતી ચોળાફળી સાંજના નાસ્તા માટે પરફેક્ટ આવે છે. તેમજ તેને સરળતાથી બનાવી પણ શકાય છે. આ એક ગુજરાતી ટ્રેડિશનલ નાસ્તો છે જેને તહેવારોમાં મોટા ભાગે બનાવવામાં આવતો હોય છે. ગુજરાતમાં સામાન્ય દિવસોમાં પણ ચોરાફરી ખાવી બધાને પસંદ પડે છે. તમે પણ ઘરે આ ગુજરાતી નાસ્તો બનાવવાની કોશિશ કરી શકો છો. ચાલો જાણીએ તેની રેસિપી.

 

સામગ્રી

 

ચણાનો લોટ 150 ગ્રામ

 

તેલ 2 કપ

 

અડદની દાળનો લોટ 1/2 કપ

 

નમક સ્વાદ પ્રમાણે

 

લાલ મરચું પાવડર 1/2 ચમચી

 

બેકિંગ સોડા 1/2 ચમચી

 

ચાટ મસાલો 2 ચમચી

 

સંચળ અડધી ચમચી

 

બનાવવાની રીત

 

1. સૌથી પહેલા તેલને છોડીને બાકી બધી સામગ્રીને એક વાસણમાં નાંખી અને લોટ બાંધી લો.

 

2.મિક્સ કર્યા બાદ તેને પાંચથી દસ મિનિટ સુધી અલગ રાખી દો.

 

3.દસ મિનિટ પછી આ લોટમાંથી એક ઇંચ નો ઘોડો બનાવવો અને એને બે ભાગમાં વહેંચો.

 

4 .હવે વેલા લઈ અને તેને પાતળું વણી લો.

 

5.ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરી અને તેમાં ચોરાફરી નાખી સરસ રીતે તળી લો.

 

6.હવે તેને એક પ્લેટમાં કાઢો અને તેની ઉપર ચાટ મસાલો નાખી અને મનપસંદ ચટણી સાથે સર્વ કરો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS