કાચી કેરી અને લીલા મરચાનું  ઇન્સ્ટન્ટ અથાણું, જાણો રેસીપી

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 


 કેરીનું અથાણું બનાવવામાં સમય લાગી શકે છે, બનાવ્યા બાદ થોડા દિવસો સુધી તેને તડકામાં રાખવામાં આવે છે. ત્યારબાદ તે ખાવા લાયક બને છે. પરંતુ કેરી અને લીલા મરચાનું અથાણુ બનાવવા માટે આમ કરવું પડતું નથી. તેની ઇન્સ્ટન્ટ રેસીપી જાણીએ.

 

સામગ્રી

 

300 ગ્રામ કાચી કેરી

 

150 ગ્રામ લીલા મરચાં

 

200 મુલી સરસોનું તેલ

 

2 ટેબલસ્પૂન વિનેગાર તેમજ લીંબુનો રસ

 

સ્વાદ પ્રમાણે નમક

 

૨ ટેબલસ્પૂન વરિયાળી

 

3 ટેબલસ્પૂન રાયના કુરિયા

 

2 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર

 

1/2 ચમચી ટેબલ સ્પૂન હળદર

 

1 ટેબલ સ્પૂન સરસવની દાળ

 

1 ટેબલસ્પૂન તીખા

 

1 ટેબલ સ્પૂન મેથીના દાણા

 

1/2 ટેબલ સ્પૂન હિંગ

 

વિધિ


કાચી કેરી અને લીલા મરચાને સૌ પ્રથમ ધોઈ લો.

 


કેરીને છોલી લો અને  ગોટલા કાઢીને અલગ મૂકી દો.

 

લીલા મરચા ને પણ ધોઈ અને સાફ કરી લો તેમજ તેના અંદરના બી કાઢી લો.

 

એક કઢાઈમાં ધીમી આંચ પર તેલ ને ગરમ થવા દો.

 

ધુમાડો નીકળવા લાગે ત્યાર બાદ ધીમી આંચ પર રાખી દો.

 

તેલમાં મેથીના દાણા અને રાયના કુરિયા નાખી અને 20 થી 25 સેકન્ડ સુધી તેને શેકો.

 

ત્યારબાદ તેલમાં હિંગ અને સરસવની દાળ નાખી 20 થી 25 સેકન્ડ સુધી શેકી લો.

 

કઢાઇમાં તમામ ચીજવસ્તુઓ અને સારી રીતે મિક્સ કરી દો, અને તેમાં લીલા મરચાં, હળદર પાઉડર ,લાલ મરચું અને સ્વાદ અનુસાર નમક બધું નાખી અને મિક્સ કરી લો.

 

ગેસ પરથી ઉતારી તેમાં વિનેગર નાંખી અને મિક્સ કરી લો વિનેગરના કારણે અથાણા લાંબા સમય સુધી ટકાવી શકાય છે.

 

ત્યારબાદ તમે લીંબુનો રસ નાખો એટલું ધ્યાન રાખજો કે વધારે ખાટું ન બની જવું જોઈએ. 


કાચી કેરી અને લીલા મરચાનો ચટપટું અથાણું તૈયાર છે તમે ઇચ્છો તો આ અને તુરંત માં ઉપયોગમાં લઇ શકો છો કે પછી બરણીમાં ભરીને પણ રાખી શકો છો.


એક ખાસ વાત એ ધ્યાનમાં રાખવી કે અથાણાને ભલે ધડકી ના સૂકવો, પરંતુ ફ્રિજમાં રાખવું જોઈએ નહીં.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS