લીલા મરચાનું ખાટું-મીઠું અથાણું ઘરે બનાવવાની રેસીપી

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

રોજના બોરિંગ ખોરાકને ટેસ્ટી બનાવવા માટે ઘરમાં અથાણા બનાવવામાં આવે છે. પરંતુ ઘણા લોકો અથાણું ખાવાનું ઓછું પસંદ કરે છે. કારણ કે તેમાં તેલ હોય છે.  રોજિંદા ખોરાકમાં ચટપટા તેમજ તીખા ખોરાક આરોગવો માગતા હોયતો ઝટપટ લીલા મરચાનું અથાણું કઈ રીતે બનાવી શકાય કે જેને તાજેતાજુ પણ આરોગી શકાય છે, તો ચાલો જાણીએ લીલા મરચાનું અથાણું બનાવવાની રેસીપી.

 

સામગ્રી

 

200 ગ્રામ લીલા મરચાં

 

2 ચમચી રાય

 

1.5 ચમચી વરીયારી

 

1 ચમચી મેથીના દાણા

 

3/4 કપ દહી

 

થોડો હળદર પાવડર

 

અડધી ચમચી ખાંડ

 

1 ચમચી લીંબુનો રસ

 

1 ચમચી તેલ

 

નમક સ્વાદ પ્રમાણે

 

બનાવવાની વિધિ

 

લીલા મરચાનું અથાણું બનાવવા માટે સૌ પ્રથમ એક ચમચી સરસવ, એક ચમચી વરિયાળી અને મેથીના દાણાને સારી રીતે શેકી લો, અને મિક્સરમાં બારીક પીસી લો. હવે લીલા મરચાને ધોઈ અને સુકાવી લો.

 

એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં બચેલા સરસવ મેથીના દાણા નાખી અને વઘાર કરો અને જ્યારે શેકાઇ જાય ત્યારે તેમાં કાપેલા લીલા મરચાં નાખો.

 

મરચા એકદમ ચડી  જવા ન જોઈએ માત્ર તેને ટુકડાઓમાં વહેંચવા જોઇએ.

 

આ મરચાને ઢીલા પડે ત્યાં સુધી ચડવા દો. તેમાં હળદર પાવડર મિક્સ કરો.

 

એક કડાઈમાં દહી નમક અને ખાંડ નાંખી અને મિક્સ કરો.

 

પીસેલા તમામ મસાલાને તેમાં મિક્સ કરી દો અને ત્યાં સુધી પકાવો જ્યા સુધી પાણી સુકાઇ ન જાય.ઠંડુ થયા બાદ લીંબુનો રસ નાખો.

 

તૈયાર છે તમારું લીલા મરચાનું અથાણું હવે તેને ત્રણ અઠવાડિયા સુધી આરોગી શકો છો. ત્યાં સુધી તે ખરાબ થતા નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS