ફાફડા ગાઠીયા ઘરે કેમ બનાવશો, જાણો રેસીપી

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સામગ્રી

 

500 ગ્રામ ચણાનો લોટ

 

1 ટી સ્પૂન   ખારો

 

2 ટી સ્પૂન મરીનો ભૂકો

 

હીંગ, અજમો તથા  મીઠું સ્વાદાનુસાર

 

તેલ જરૂર પ્રમાણે વાપરવું 


 
બનાવવાની રીત

 

 ખારને તવા પર ફુલાવી પાણીમાં નાંખો.

 

ચણાના લોટમાં મરીનો ભૂકો, હીંગ, અજમો, મીઠું નાંખી ખારનાં પાણીથી બાંધી ખૂબ કેળવવો.

 

ત્યારબાદ સાદા પાટલા પર હાથથી ભાર આપી નાના લુવાને હથેળીથી ભાર આપી લુવાની લાંબી-લાંબી પટ્ટીઓ કરવી.

 

આ લાંબી પટ્ટીને સાચવીને ઉપાડી તેલમાં તળી લેવી. ફાફડા સાથે જાડી કઢી અને કાચા પપૈયાની ચટણી સર્વ કરો. મજા પડી જશે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS