ઘરે આ રીતે બનાવો સ્વાદિષ્ટ ઢોકળા

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ઢોકળા બનાવવાની સામગ્રી

 

ચણાનો લોટ- 1 કપ


રવો -1/2 કપ

 

દહીં-3/4 કપ

 

હળદર પાવડર -1/4 નાની ચમચી


તાજુ પીસેલું નાળિયર - 2 ટેબલસ્પૂન

 

ધાણાભાજી- 2 ટેબલસ્પૂન

 

તેલ - 3 ટેબલસ્પૂન

 

રાય - 1/2 નાની ચમચી

 

લીમડો - 15 - 20

 

ખાંડ - 3 નાની ચમચી

 

ઈનો - 3/4 નાની ચમચી

 

નમક - 3/4 ચમચી કે સ્વાદ અનુસાર

 

આદુની પેસ્ટ - 1/2 ચમચી

 

લીંબુ - 1


ઢોકળા બનાવવાની પદ્ધતિ 

 

ઢોકળા બનાવવા માટે સૌથી પહેલાં મોટા વાસણમાં ચણાના લોટ ચાળી લો ત્યારબાદ તેમાં રવો અને દહીં નાખી અને સરસ રીતે ફેટી લો. પાણી નાંખી અને ખીરાનું મિશ્રણ બનાવી લો. આ ખીરામાં નમક આદુની પેસ્ટ 2 ચમચી લીંબુનો રસ નાખી સરસ રીતે મિક્સ કરી લો. હવે તેમાં 1નાની ચમચી  ખાંડ, 1/4 ચમચી હળદર પાઉડર પણ મિક્સ કરી લો.

 

આ ખીરાને 10 મિનિટ માટે ઢાંકી અને રહેવા દો જેથી થોડું ફૂલી અને સેટ થઈ જાય.

 

મોટા કુકરમાં ૨ કપ પાણી નાખો અને ધીમી આંચ પર ગરમ થવા દો ઈડલી સ્ટેન્ડમાં તેલ લગાવી લો.

 

ખીરામાં એનો નાખી અને તેને સરસ રીતે મિક્સ કરી દો અને ચમચા વડે ઇડલી સ્ટેન્ડના ખાનામાં ભરો. પછી તેને કુકરમાં ચડવા દો અને કુકરમાં સિટી વિનાજ ઢાંકણ બંધ કરી દો.

 

 મધ્યમ તાપ પર 15 મિનિટ સુધી તેને ચઢવા દો. પછી ઢાંકણ ખોલી દો તૈયાર છે તમારા ઢોકળા.

 

હવે તેને નીચે ઉતારી અને થોડીવાર માટે ઠંડા પડવા દો ત્યારબાદ ઈડલી સ્ટેન્ડને કુકરમાંથી કાઢી ચાકુ અને ચમચીની મદદથી ઢોકળા બહાર કાઢી એક પ્લેટમાં રાખતા જાવ.

 

હવે વઘાર કરવા માટે એક કડાઈમાં બે નાના ચમચા તેલ ગરમ કરો અને પછી તેમાં રાય નાંખી અને કકડવા દો પછી લીમડો ખાંડ લીંબુ અને પાણી નાખી વઘાર ચડવા દો. જ્યારે આ મિશ્રણ થોડું ગાઢ થઈ જાય ત્યારે ગેસ બંધ કરી દો અને તેને ઢોકળા ઉપર નાખો.

 

તૈયાર છે તમારા વઘારેલા ઢોકળા હવે ઉપર ધાણા પાછી અને નાળિયર છાટી અને ગાર્નિશ કરો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS