ઘરે બનાવો ચટપટા અને  મસાલાદર  દહીં બેંગન

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

સામગ્રી


1 મોટું રીંગણ


2વાટકી દહીં


2 લીલા મરચા ની પેસ્ટ


1 ચમચી ધાણાજીરૂ


1/2 ચમચી હળદર


1 ચમચી લસણની પેસ્ટ


1 ચમચી ચણાનો લોટ


1/2 વાટકી તેલ


1 ચમચી લાલ મરચુ


મીઠું સ્વાદ અનુસાર


1 ચમચી સમારેલી કોથમીર


1/4 ચમચી જીરૂ


1 કટકો આદું


 
રીત

 

 એક મોટા રીંગણ ની સ્લાઈસ કરી લો હવે એક બાઉલમાં ચણાનો લોટ નાખી ને મીઠું અને હળદર, લીલાં મરચાં ની પેસ્ટ ઉમેરવી અને તેમાં આદુ નું છીણ નાખી લસણ ની પેસ્ટ ઉમેરવી અને તેમાં દહીં નાખીને, સમારેલી કોથમીર નાખીને  બરાબર મિક્ષ કરી લો.


આ દહીં વાળા મિશ્રણ માં રીંગણ ની સ્લાઈસ મેરીનેટ કરો..દસ મિનિટ માટે ડુબાડી ને રાખો.


હવે એક નોનસ્ટિક પેનમાં તેલ મૂકી રીંગણ ની સ્લાઈસ ને  મુકી ને ધીરે તાપે બન્ને બાજુ ગુલાબી રંગ ની થાય એટલે ઉતારી લો.


એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં જીરું નો વઘાર કરી તેમાં લસણની પેસ્ટ નાખી સાંતળો પછી તેમાં લાલ મરચું અને મીઠું નાખી ને એક વાટકી પાણી ઉમેરીને ને ધાણાજીરું અને એક વાટકી દહી ઉમેરીને ને બરાબર તેલ છુટું પડે ત્યાં સુધી ઉકાળો.


હવે તેમાં રીંગણ ની સ્લાઈસ નાખી ને એક મિનિટ માટે ગેસ પર રાખો અને નીચે ઉતારી સમારેલી કોથમીર નાખીને રોટલી કે ભાખરી સાથે પીરસો..


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS