ગરમીમાં ઠંડક અપાવતું ઠંડુ હળદર વાળું દૂધ, જાણો રેસીપી

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 


શિયાળામાં લોકો મોટાભાગે હળદર વાળું દૂધ પીતા હોય છે. પરંતુ ઉનાળો શરૂ થતાં જ લોકો ગરમ દૂધ પીતા નથી. એવામાં હળદર વાળું દૂધ જે પૌષ્ટિક તત્વો ધરાવે છે તે ક્યાંથી લાવી શકાય. ઘરમાં નાના બાળકો હોય તો તેને હળદરવાળું ગરમ દૂધ પીવાની મનાઈ કરે તો તેને બનાવી અને ઠંડુ કરીને પીવડાવી શકાય છે.


સામગ્રી

 

ઠંડુ દૂધ અડધો લીટર

 

કેસરના રેસા બે-ત્રણ

 

મધ ૨ ચમચા

 

પીસેલી ખાંડ બે ચમચી

 

બદામ પાવડર બે ચમચી

 

એલચી પાઉડર ૨ ચપટી

 

હળદર પાઉડર અડધી ચમચી

 

તજનો પાવડર બે ચમચી

 

બરફના ટુકડા ચારથી પાંચ


દૂધ બનાવવાની પદ્ધતિ

 

  • સૌથી પહેલાં તો બે ચમચા દૂધમાં કેસરના રેસા બે કલાક  માટે રહેવા દો.
  • દૂધ બનાવતા પહેલા થોડા સામાન્ય તાપમાન વાળા દૂધમાં મધ અને ખાંડ નાખી સરસ રીતે મિક્સ કરી દો.
  • એ દૂધમાં કેસરવાળું દૂધ એલચી પાવડર હળદર પાવડર પાવડર અને બદામનો પાઉડર નાંખી અને ઘટ્ટ પેસ્ટ તૈયાર કરી લો.
  • જો થોડું તીખુ પસંદ હોય તો એક જ ચપટી પાઉડર નાખવો.
  • જગમાલ ઠંડુ દૂધ લઇ તેમાં પેસ્ટ સરસ રીતે મિક્સ કરવા માટે સરસ રીતે હલાવો.
  • તમે ઈચ્છો તો મિક્સરમાં ગ્રાઇન્ડ કરી શકો છો.
  • તમારું હળદર અને કેસર વાળું ઠંડુ ઠંડુ દૂધ બની અને તૈયાર છે.
  • જ્યારે ઈચ્છા થાય ત્યારે તમે તેને પી શકો છો.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS