અક્ષય કુમારના દીકરાએ આ રેસીપી દ્વારા બનાવી ચોકલેટ બ્રાઉની કેક

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

પ્રસિદ્ધ અભિનેતા અક્ષય કુમાર લોકડાઉનમાં પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે તેમની પત્ની ટ્વિંકલ ખન્ના અને તેમની સાથે અવાર-નવાર સોશિયલ મીડિયા પર ફેમિલી પિક્ચર શેર કરતા રહે છે, ત્યારે તેના દીકરા આરએ ચોકલેટ બ્રાઉની કેક નો ફોટો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં શૅર કર્યો છે.

 

દીકરાના હાથે બનાવેલી કેક નિહાળી અને ટ્વિંકલ ખન્ના ખૂબ જ ખુશ થઈ ગઈ એટલું જ નહીં તેણે પણ ની કેપ્શન પણ લખ્યું...."જ્યારે મારા ગર્ભમાં બન એટલે કે દીકરો હતો ત્યારે મને ખબર ન હતી કે ભવિષ્યમાં હું એક શેફ ને જન્મ આપવા જઈ રહી છું, મેં તેને 17 વર્ષ પહેલા બનાવ્યો અને પછી તેણે ચેરી કમ્પોર્ટ સાથે ચોકલેટ બ્રાઉની કેક બનાવ્યો...!" 

 

 બધાને ખ્યાલ જ હશે કે અક્ષય કુમાર પોતે એક સારો કૂક છે અને તેની ફેમિલી માટે કંઈકને કંઈક બનાવતો રહેતો હોય છે જ્યારે દીકરો પણ પિતા અક્ષયના રસ્તે ચાલી રહ્યો છે. તો ચાલો જાણીએ ચોકલેટ બ્રાઉની કેક બનાવવાની રેસીપી...

 

સામગ્રી

 

મેંદો-2 કપ

 

ખાંડ-બે ટેબલસ્પૂન પીસેલી

 

કોકો પાઉડર-૨ ટેબલસ્પૂન

 

દૂધ-2 ટેબલસ્પૂન

 

ઓઈલ - એક ટેબલ સ્પૂન

 

સુકો મેવો - (કાજુ બદામ અને અખરોટ) 2 ટેબલસ્પૂન કાપેલા

 

ચોકલેટ સીરપ - 2 ટેબલસ્પૂન


બનાવવાની પદ્ધતિ

 

* એક બાઉલમાં મેંદો, ખાંડનો પાવડર, કોકો પાવડર, સૂકા મેવાને મિક્સ કરી દો.

 

* હવે તેમા દૂધ, ચોકલેટ સીરપ અને ઓઈલ નાખો.

 

* દરેક સામગ્રીને સારી રીતે મિક્સ કરી લો.

 

* હવે માઈક્રોવેવમાં બે મિનિટ સુધી 180 ડિગ્રી સેલ્સિયસ પર રહેવા દો.

 

* આ રીતે થોડીક મિનિટોમાં  ચોકલેટ બ્રાઉની બની અને તૈયાર થઇ જશે.

 

* હવે તેને ઠંડુ કરી અને ફેમિલીને સર્વ કરો અને પોતે પણ ટેસ્ટી લેઝર સાથે ખાવાનો આનંદ માણો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS