છોલે ભટુરે ઘરે કઈ રીતે બનાવશો ? આ રહી રેસીપી

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચણા કેટલીય રીતે ખવાય છે, શાક, સલાડ, ચાટ કે એમ જ બાફીને પણ ખાઈ શકાય છે.આપણે અઠવાડિયે એકાદ વાર ગમે તે સ્વરૂપે ચણા ખાવા જોઈએ. ચણા એ પ્રોટીનનો પણ સ્ત્રોત છે. તો આજની વાનગી ચણા વાળી..

 

છોલે

 

સામગ્રી

 

250 ગ્રામ સફેદ ચણા

 

એક નાનુ બાફેલું બટેટું

 

3 મોટા ટામેટા

 

1 મોટી ડુંગળી


પદ્ધતિ


સફેદ ચણાને 8 કલાક પલાળીને બાફી લો, એમાં એક નાનું બટેટુ પણ બાફવું.

 

3 મોટા ટમેટા અને 2 મોટી ડુંગળી ને અલગ અલગ પીસી લો. 

 

એક તાવડામાં 3 ટેબલ સ્પૂન તેલ ગરમ થાય એટલે રાઈ અને હિંગ નાખી આદુ મરચા પેસ્ટ અને લસણ પેસ્ટ નાખી સાંતળી લો.

 

હવે ડુંગળી ની પેસ્ટ ઉમેરી મિક્સ કરી ને, હળદર, મીઠું, ધાણાજીરું, થોડું લાલ મરચું અને ચણાનો મસાલો ઉમેરી મિક્સ કરી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો.

 

 પછી ટામેટાની પ્યુરી ઉમેરી થોડું ચડવા દો, હવે તેમાં એક નાનું બટેટુ બાફ્યુ છે તે છૂંદી ને ઉમેરો.

 

મિક્સ કરી બે મિનિટ રહેવા દો,પછી ચણા ઉમેરી મિક્સ કરીને બધું 5 મિનિટ પાકવા દો.

 


ભટુરે બનાવવાની પદ્ધતિ

 

એક બાઉલ માં 1.5 કપ મેંદો અને 1.5 કપ ઘઉંનો લોટ લઈ તેમાં મીઠું, એક ટી સ્પૂન દળેલી ખાંડ, ચપટી સોડા, 2 ટેબલ સ્પૂન તેલનું મોણ અને 2 ટેબલ સ્પૂન દહીં ઉમેરી સરસ મિક્સ કરી લો.

 

પાણીની મદદથી મધ્યમ લોટ બાંધી, ઢાંકીને 15 મિનિટ રહેવા દો પછી લુવા કરી, વણીને પૂરી તળીલો.

 

હવે સલાડ સાથે મૂકી અને પ્લેટમાં સર્વ કરો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS